રોકડનો પુરવઠો વધારાયો છતાંય કટોકટી યથાવત્,લોકો ત્રાહિમામ્‌

0
71

ન્યુ દિલ્હી,
તા.૨૧/૪/૨૦૧૮

દેશભરમાંનાં એટીએમ અને બૅન્કોની શાખાઓમાં રોકડનો પુરવઠો વધારવામાં આવ્યો હોવા છતાં હજી કેટલાક વિસ્તારોમાં રોકડની ખેંચ વર્તાઇ રહી છે, એમ બૅન્કના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એટીએમમાં કૅશના પુરવઠા પર સતત નજર રખાઇ રહી છે જેથી ગ્રાહકોએ કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે.

જાકે એક બૅન્કરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રોકડની ખેંચ હજીય સિસ્ટમમાં અનુભવાઇ રહી છે. આ અઠવાડિયે અનેક રાજ્યમાં એકાએક ઊભી થયેલી રોકડ રકમની તંગીના મામલે આઇટી વિભાગ તરફથી મુખ્ય કારણ જણાવાયું નથી.

આઇટી-વિભાગના સાધનો દ્વારા જણાવાયું હતું કે પહેલાં તેલંગાણામાં વધુ પડતો રોકડ ઉપાડ કરવામાં આવ્યો હતો. પછીથી પાડોશી રાજ્ય કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પ્રસર્યો હતો. પણ આટલા મોટા પ્રમાણમાં રોકડ ઉપાડ પાછળનું કારણ કયું? તેના જવાબમાં સાધનોએ જણાવ્યું હતું કે રાઇસ મિલર્સ, કોન્ટ્રેક્ટર્સ અને એગ્રો ટ્રેડર્સ દ્વારા કોઈ વાજબી કારણ વિના મોટા પ્રમાણમાં રોકડ ઉપાડ કરવામાં આવ્યો હતો.

ઘણું કરીને ચૂકવણી રોકડામાં કરવામાં આવી હતી. એકસાથે ૨૦ મોટા ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં રોકડની અછત ઊભી કરવા મોટા પ્રમાણમાં રોકડ રકમનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનો આઇટીને શક છે. દક્ષિણના રાજ્યમાં એક મહિનાથી ઓછા સમયમાં ચૂંટણી થવાની છે. આવકવેરાના અધિકારીઓ મોટા પ્રમાણમાં રોકડ રકમ મેળવનારાને પૂછપરછ કરી રહ્યા છે.

ગયા અઠવાડિયે ગુજરાત, મહારાષ્ટ, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તેલંગાણા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં એટીએમ ખાલીખમ હોવાની ફરિયાદો ઊઠી હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન રોકડ રકમની માગમાં અભૂતપૂર્વ વધારો થતાં કટોકટી ઊભી થઈ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY