ડેડીયાપાડા ના કોકટી ગામની સીમમાં ટ્રેક્ટર પલ્ટી ખાતા ચાલકનું મોત બેને ઇજા

0
30

ટ્રેક્ટર ના ચાલકે પુરપાટ ટ્રેક્ટર ચલાવતા ઢાળ પર પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના કોકટી ગામની સીમમાં ટ્રેક્ટર લઈ પુરપાટ જતા ચાલાક વેસ્તા ડાહ્યાભાઈ વસાવા (42) એ ટ્રેક્ટર રોડ ના ઢાળ પર પલ્ટી ખવડાવતા પોતે ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળેજ મોત થયું હતું જયારે તેની સાથે બેઠેલા પુષ્પક રાયસીંગ વળવી અને લક્ષમાં રાજેન્દ્ર ગાવિત ને ઈજાઓ થઈ હતી ચાલકની ભૂલના કારણેજ તેનું મોત થયું હતું ત્યારે આ બાબતે રામભાઈ મારગિયા વસાવા એ ડેડીયાપાડા પોલીસ માં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ચીફરિપોર્ટર, નર્મદા, ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY