હરિ લેવા આવવાના છે તેવો હરિલાલનો દાવો અંતે પોકળ

0
89

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર,
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે જામનગરના જામવણથલી ગામે બનેલી ઘટનાની ચર્ચા જાવા મળી હતી જ્યાં ૭૭ વર્ષીય વૃદ્ધ હરિલાલ વેલજીભાઈ ખોલિયાએ આગાહી કરી હતી કે, તેમને ભગવાન શ્રીકૃષ્ણ લેવા આવી રહ્યા છે. સાંજે પાંચ વાગે તેમને લેવા માટે ભગવાન પહોંચશે. તેમની આ આગાહી બાદથી સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગ્યા હતા અને ભારે કૌતુક છવાઈ ગયું હતું. જા કે, છેલ્લે હરિલાલ વેલજીભાઈનું નિવેદન અને દાવો પોકળ સાબિત થયો હતો અને તેમને છેલ્લે તબીબી ચકાસણી માટે હોÂસ્પટલ લઇ જવામાં આવ્યા હતા. પાંચ વાગ્યાથી હરિબાપાએ આંખો બંધ કરી દીધી હતી પરંતુ સાત વાગે એકાએક ફરી આંખો ખોલી હતી. ત્યારે હરિબાપાએ કહ્યું હતું કે, હરિએ તેમને પરમધામ દેખાડ્યું છે જ્યાં સુર્ય ચંદ્ર જેવી તકલીફ નથી. તેમના દાવા પોકળ સાબિત થતાં આની ચર્ચા આજે ચારેબાજુ જાવા મળી હતી. ઘટના એવી હતી કે, જેની ચર્ચા સવારથી જ શરૂ થઇ ગઇ હતી. ભાવિકો પહોંચવા લાગ્યા હતા. આખરે પોલીસ ટીમ પણ પહોંચી હતી. તબીબોની ટીમ પણ પહોંચી હતી. સમગ્ર ઘટનાક્રમ બાદ મોડી રાત્રે હરિલાલે કબૂલાત કરી હતી કે, તેમનો દાવો ખોટો સાબિત થયો છે. મોડી રાત્રે પત્રકારોની ટીમ તેમની આજુબાજુ ગોઠવાઇ ગઇ હતી. મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા બાદ હરિલાલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાંચ વાગ્યાની આસપાસ પોતાને ભગવાન લેવા આવવાના છે તેવી વાત કરીને હરિલાલે ભારે ચર્ચા જગાવી હતી અને લોકો ટીવી આગળ ગોઠવાઈ ગયા હતા. જા કે, અંતે તેમનો દાવો પોકળ સાબિત થયો હતો. કેટલાક લોકોમાં રોષની લાગણી પણ ફેલાઈ ગઈ હતી. ગઇકાલથી જ સૌરાષ્ટ્રના દરેક ગામના લોકોમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો. આજે સવારથી લોકો તેમના ત્યાં પહોંચવા લાગ્યા હતા. પાંચ વાગી ગયા હોવા છતાં દેહત્યાગ ન થતાં સૌરાષ્ટ્રના લોકોમાં અંધશ્રદ્ધા હોવાનું ફેલાઈ ગયું હતું. જુદા જુદા સામાજિક કાર્યકરો, મનોચિકિત્સકો અને અન્યોએ પણ આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY