પતિ સહીત સાસરિયાઓ અવાર નવાર ત્રાસ આપી છૂટાછેડા આપવાનીી ધમકી આપતા પુત્રી ને આપઘાત કરવા મજબુર કરી હોવાની પિતાાની ફરિયાદ
રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના કમોદવાવ ગામની આંબાવાડી ગામે પરણેલી પરણીતાએ સાસરિયા ના ત્રાસ થી આપઘાત કરતા પતિ સાસુ અને સસરા વિરુદ્ધ મૃતક ના પિતા એ ફરિયાદ આપી હતી
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા ના કમોદવાવ ગમે રહેતા ફરિયાદી રમેશ મોઘજી તડવી એ આપેલી ફરિયાદ મુજબ એમની પુત્રી ધર્મિષ્ટા ના લગ્ન દેડિયાપડા ના આંબાવાડી ગમે રહેતા સતીશ વિનોદ તડવી સાથે થયા બાદ પતિ સતીશ સસરા વિનોદ ઈશ્વર તડવી તેમજ સાસુ સંગીત વિનોદ તડવી વારંવાર એમની પુત્રી ધર્મિષ્ટા ત્રાસ આપી મારઝુડ કરતા હતા ત્યારે ગત તારીખ 2 ઑગસ્ટ ના રોજ પણ એને આ સાસરિયાઓ એ ગડદા પાટુ નો માર મારી તને છૂટાછેડા આપવાના છે આવું વારંવાર કહેતા હોય પુત્રી સાસરી નથી પિયર આવતી રહી પરંતુ પિયર માં પણ ફોન કરી છૂટાછેડા આપવા ની ધમકી આપતા હોવાથી આખરે તારીખ 13 ઑગસ્ટે કંટાળીને ધર્મિષ્ટા એ પોતાના પિયર માં કપાસ માં છાંટવાની ઝેરી દવા પી જતા એનું મોત થયું હોય આ બાબતે સાસરિયાઓ એ એને આપઘાત માટે મજબુર કરી હોવાની ફરિયાદ એના પિતા એ દેડિયાપાડા પોલીસ સ્ટેશન માં આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સાસરિયાઓ ને પકડાવા ચક્રો ગતિમાન કર્યા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




