ડેડીયાપાડાના કાલબી ગામના યુવાન નું વાવાઝોડા માં વૃક્ષ પડતા મોત, પિતા ને ઇજા

0
117

પિતા પુત્ર વાલિયા એન્જીનીયરીંગ કોલેજ માંથી પુત્ર નું મેરીટ લિસ્ટ જોઈ પરત ફરતા જાંબાર ગામ પાસે અચાનક વૃક્ષ પડતા પુત્ર નું મોત

રાજપીપળા:
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના કાલબી ગમે રહેતા પરસોત્તમ ગંભીર વસાવા એના પિતા ગઁભીરભાઈ સાથે આજે વાલિયાની એન્જીનીયરીંગ કોલેજમાં મેરીટ લિસ્ટ જોવા એમની બાઈક પર ગયા હતા ત્યાંથી લિસ્ટ જોઈ સાંજે પરત ફરતા રસ્તામાં અચાનક વાવાઝોડું આવતા જાંબાર ગામ પાસે રોડ ની સાઈડ માં આવેલ એક ખાખર નું વૃક્ષ અચાનક તૂટી પડતા એમની બાઈક પર પડતા બંને ઝાડ નીચે દબાતા પિતા ને મામૂલી ઇજા થઈ હતી જયારે પુત્ર પરસોત્તમ વસાવા (16) ને માથામાં ગંભીર ઇજા થતા એનું મોત થયું હતું ડેડીયાપાડા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY