ડેડીયાપાડા માંથી વિસ્ફોટક પદાર્થ ઝડપાયો 

0
45

એસ.ઓ.જી.શાખા ના પી એસ આઈ ડી.બી.કુમાંવતે મૂળ રાજસ્થાન ના બે વ્યક્તિઓને ટ્રેક્ટરમાં વિસ્ફોટક લઈ જતા ઝડપી પાડ્યા

રાજપીપલા:નર્મદા જિલ્લા પોલીસ વડા હાલ ઘણા સમય થી જિલ્લા માં ગુનાખોરી ડામવા સતત ટિમો કામે લગાડી કડક કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે શનિવારે સાંજે ચાર વાગે નર્મદા એસ.ઓ.જી.પી.એસ.આઈ. ડી.બી.કુંપાવત એ કામગીરી દરમિયાન ડેડીયાપાડા ની કન્યા આશ્રમ શાળા પાસે એક ટ્રેક્ટરમાં લઈ જવાતો વિસ્ફોટક પદાર્થ સાથે બે વ્યક્તિઓને ઝડપી પડ્યા છે જેમાં મૂળ રાજસ્થાનના અને હાલ ડેડીયાપાડા ના ચીકદા ગમે રહેતા રમેશ ડાલુજી જાટ અને ગોપાલ લક્ષમાં જાટ ને ટ્રેક્ટરમાં પાસ પરમીટ વગરના વિસ્ફોટક પદાર્થ માં 22 સે.મી.લાંબી જીલેટીન સ્ટિક 69 નંગ જેની કિંમત રૂપિયા 4140/-અને 40 નંગ ઈલેકટ્રીક ડિટોનેટર ની કિંમત 400/- રૂપિયા સાથે ટ્રેક્ટર એક કિંમત ચાર લાખ મળી 4,04,540/-ના મુદામાલ સાથે વિસ્ફોટક લઈ જતા બંને ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.આ વિસ્ફોટકો ક્યાંથી લાવ્યા..? કોના છે..? અને શેના ઉપયોગ માટે લાવ્યા હતા એ બાબતે એસ.ઓ.જી.પી.એસ.ડી.બી. કુંપાવત  દ્વારા બંને ની પૂછપરછ ચાલી રહી છે .

ચીફરિપોર્ટર.નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY