સુરત શહેરના તાપી નદી સહિતના જળાશય પર છઠ પૂજા અંગે લોકો ઉમટી પડ્યા
સુરત, તા. ૧૪
શહેરમાં વસતા લાખો ઉત્તર ભારતીય અને બિહાર વાસીઅો દ્વારા આજે વિવિધ અોવારાઅો, તળાવો ખાતે ઉગતા સૂર્યને અર્ધ્ય આપી છઠ મહાપર્વનો સમાપન સાથે જ ૩૬ કલાકનો ઉપવાસ પૂર્ણ થયો હતો.
શહેરમાં વર્ષોથી વસતા ઉત્તર પ્રદેશ બિહાર, ઝારખંડના મૂળ વતનીઅો દ્વારા પારંપરીક રીતે છઠ મહાપર્વની ઉજવણી કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીના વિવિધ અોવારાઅો ઉપરાંત શહેરમાં આવેલ વિવિધ તળાવો ખાતે છઠ પૂજા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખોની સંખ્યામાં ગતરોજ સાંજે ડૂબતા સૂર્યને અર્ધ્ય આપીને છઠ વ્રત કરનારાઅોએ આખી રાત નદી અને તળાવોના કિનારે વિતાવી હતી. રાત્રિ દરમ્યાન સાંસ્કૃતિક લોકગીતોની સાથે સામાજિક કાર્યક્રમો આયોજિત થયા હતા. આજે સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને છઠ પર્વનો સમાપન થયું હતું. ૩૬ કલાકનો ઉપવાસ રાખનારી છઠ વ્રતધારી મહિલાઅોએ અોવારા અને તળાવોથી પૂજા વિધિ પૂર્ણ કરી ઘરે જઈ વ્રત ખોલ્યો હતો. શહેરના વિયર કમ કોઝવે, જહાંગીરાબાદ, નાવડી અોવારા, પાર્લેપોઈન્ટ રાધાકૃષ્ણ મંદિર ઘાટ, ડીંડોલી, છઠ સરોવર, ડીંડોલી છઠ સરોવર ડીંડોલી કરાડવા તળાવ, ભેસ્તાન તળાવ, વડોદ તળાવ ખાતે લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈ છઠ મહાપર્વની શાંતિપૂર્વક ઉજવણી કરી હતી. તહેવારની ઉજવણી દરમ્યાન સામાજિક સંસ્થાઅોના સ્વયંસેવકો ઉપરાંત પોલીસ અને ફાયર સ્ટાફ પણ જાતરાયો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



