દહેરાદૂન,તા.૧૭
ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા હરીશ રાવતે રામ મંદિર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. હરિશ રાવતે કહ્યું કે, ભાજપ પાપીઓની પાર્ટી છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવશે. ભાજપે હંમેશા દેશમાં રામ મંદિરના નામે રાજનીતિ કરી છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારી કરી છે.
કોંગ્રેસે રાજ્યમાં મેરૂ મેત યાત્રાના નામે લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. હરીશ રાવતે ચોમોલીમાં એક જનસાભને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિર બનાવશે. ભાજપ દેશમાં હોર્સટ્રેડિંગની રાજનીતિ કરે છે. પૈસાના જોરે રાજનીતિ કરતી ભાજપ લોકસભાની ચૂંટણીમાં હારશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





