મુખ્યમંત્રી બનીને ખુશ નથી, નીલકંઠની જેમ ઝેર પી રહ્યો છું ; કુમારસ્વામી

0
13

બેંગ્લુરુ,તા.૧૫
કર્ણાટકમાં ગઠબંધન સરકાર ચલાવવી એચડી કુમારસ્વામી માટે માથાનો દુખાવો બનતો જાય છે. જનતાની અપેક્ષાઓના દબાણ નીચે દબાયેલા મુખ્યમંત્રી બેંગલુરૂમાં પોતાના સન્માનમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાવુક થઇ ગયા હતાં. તેમણે કહ્યુ કે તેઓ સીએમની ખુરશી પર બેસીને ખુશ નથી.
કુમારસ્વામી ખેડૂતોના દેવામાફી પછી આયોજીત એક કાર્યક્રમમાં કહ્યુ કે, ‘હું ભગવાન વિષકંઠની (નીલકંઠ) જેમ ઝેર પી રહ્યો છું. આપ બધા મારા સીએમ બનવાથી ખુશ હશો પરંતુ હું ખુશ નથી. એ સાચું છે કે હું ચૂંટણી પહેલા આ રાજ્યનો સીએમ બનવા માંગતો હતો અને લોકો સાથે ઘણાં વાયદા કર્યા હતાં. લોકો હવે ખુશ છે પરંતું હું ખુશ નથી.
કુમારસ્વામીએ વધુમાં કહ્યુ કે, ‘હું ઇચ્છું ત્યારે મારૂં પદ છોડી શકું છું. જ્યાં પણ જઉ છું ત્યાં લોકો મારૂં સ્વાગત કરે છે અને જણાવે છે કે ખેડૂતોના દેવા માફીથી તેઓ ખુશ છે. પરંતુ મને દુખ છે કે તે લોકોએ એટલા વોટ ન આપ્યાં કે મારી પાર્ટીને બહુમતી મળી શકે. કોઇપણ રાજ્ય ખેડૂતોનું દેવુ માફ કરવા નથી માંગતા. વિપક્ષ નિશાનો સાધવા માટે તૈયાર બેઠા છે પરંતુ સરકારે પોતાનો આપેલો વાયદો નિભાવ્યો અને ખેડૂતોનું દેવું માફ કર્યું.’
કુમારસ્વામીએ કહ્યુ કે, કોઈ નથી જાણતું કે લોન માફી માટે અધિકારીઓને મનાવવા માટે મારે કેટલી બાજીગરી કરવી પડશે. હવે તે ‘અન્ના ભાગ્ય સ્કીમ’માં ૫ કિલો ચોખાના બદલે ૭ કિલો ઈચ્છે છે. હું તેમના માટે ક્યાંથી ૨૫૦૦ કરોડ રૂપિયા લઈને આવું? ટેક્સ લગાવવા માટે મારી નિંદા થઈ રહી છે. તેમ છતાં મીડિયા કહી રહી છે કે મારી લોન માફી સ્ક્રીમમાં સ્પષ્ટતા નથી. જા હું ઈચ્છું તો ૨ કલાકની અંદર સીએમનું પદ છોડી શકું છું. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે ‘કુમારસ્વામી મારા સીએમ નથી.’ જા કે, કોદાગૂનો એક યુવકે વીડિયો પોસ્ટ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY