દહેરાદૂન,તા.૧૭
આજે દેશ અને વિશ્વ બેટી બચાવો ના નારા લગાવે છે. નિર્ભયા કાંડનાં છઠ્ઠા વરસે ઉત્તરાખંડમાં એક શરમનાક ઘટનાં સામે આવી છે. ત્યાં એક ટેક્સી ડ્રાઇવરે છેડછાડનાં વિરોધમાં એક વિદ્યાર્થીનીને જીવતી સળગાવી દીધી. ૮૦ ટકા સળગેલી આ વિદ્યાર્થીનીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ છોકરી કાલેજથી પ્રેક્ટિકલ પરીક્ષા આપીને પાછી ફરતી હતી. એ સમયે ટેક્સી ડ્રાઈવરે તેની સ્કૂટીનો પીછો કરવાનું શરૂ કર્યું. અને રસ્તા વચ્ચે જ તેને ઉભી રાખી અને એની છેડતી કરવા લાગ્યો. જ્યારે વિદ્યાર્થીનીએ તેનો વિરોધ કર્યો, તો એ નરાધમે પેટ્રોલ નાખીને બાળાને સળગાવી દીધી.
આ ઘટનામાં વિદ્યાર્થી ૮૦ ટકા સળગી ગઈ છે. વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં શ્રીનગર-ગઢવાલની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે અને જ્યાં તેની ગંભીર સ્થિતિ જોઈને ડાક્ટરોએ તેને હૈઅર સેન્ટર (દિલ્હી એમ્સ)માં જવાની સલાહ આપી છે. પીડિત વિદ્યાર્થીની પૌડીનાં કફોલસ્યુન પટ્ટી સ્થિત પલ્લી ગામની રહેવાસી છે, જ્યારે આરોપી ગડ ગામનો રહેવાસી હોય એવું માનવામાં આવી રહ્યું છે. ફારર આરોપી વ્યવસાયથી ટેક્સી ડ્રાઈવર છે અને જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ રાજધાની દિલ્હીમાં ચાલતી બસમાં ચાર લોકોએ નિર્ભયા સાથે ગેંગરેપ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



