યુવાનના પ્રાઈવેટ પાર્ટમાં ફસાયેલી હેર પિન બહાર કઢાઈ

0
22

સુરત,તા.૧૫
૩ દિવસ પહેલા એક દર્દી પોતાના પ્રાઇવેટ પાર્ટમાં કંઈ નાખીને દર્દ સાથે સિવિલ આવ્યો હતો. હકીકત જણાવતા શરમાતા આ યુવાનને તાત્કાલિક સર્જરી વિભાગમાં રીફર કરાયો હતો. જ્યાં એક્સ રેમાં તેના ગુપ્તાંગમાં એક લાંબી હેર પિન ફસાઈ હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આવી અજીબો ગરીબ ઘટના બનવા પાછળનું યુવાન કોઈ કારણ કહીં શક્યો નહોતો. પણ ખૂબ ગભરાયેલી હાલતમાં આવ્યો હતો.
ડો. વર્મા (સર્જરી વિભાગ, સુરત સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, હા આવો કેસ આવ્યો હતો મારા ઓપીડીમાં, જાકે એ સમયે હું રજા પર હતો. મારા વિભાગના ડોક્ટરોએ તમામ પરીક્ષણ એટલે કે એક્સ રે જેવી નોર્મલ પ્રોસેસ કર્યા બાદ યુરોલોજીસ્ટનો અભિપ્રાય લઈ માઇનર ઓટી કરી હતી. ગણતરીના સમયમાં અને યુરોલોજીસ્ટની હાજરીમાં વડે પ્રાઇવેટ પાર્ટમાંથી મહિલાઓના વાળમાં નાખવાની હેર પિન બહાર કાઢી દર્દીને દર્દમુક્ત કર્યો હતો. ત્યારબાદ દર્દીને એક દિવસ દાખલ રખાયો હતો. પછી તેને રજા આપી દેવાય હતી. દર્દીની વિનંતીને લઈ તેનું નામ અને સરનામું કહી શકાય એમ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY