મોરબી:
મોરબીના લાલપર ગામે ગ્રાયડિંગ ના કારખાનામાં જુગાર રમતા અર્ધો ડઝન શખ્સો ને રોકડા રૂ.૧,૬૫,૦૦૦ ,કાર-૨ , મોટરસાયકલ-૧ અને મોબાઇલ ફોન-૮ મળી આમ કૂલ મળી રૂપિયા ૧૯.૨૫ લાખથી વધુના મુદામાલ સાથે જુગાર રમતા શખ્સો ને એલ.સી.બી. ટીમે ઝડપયા હતા.
બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ જયપાલસિંહ રાઠૌડ ના માર્ગદર્શન હેઠળ ગતરાત્રીના એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસ એલ.સી.બી.મોરબીને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના યોગીરાજસિંહ જાડેજા તથા પેરોલ ફર્લોના સહદેવસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના લાલપર ગામે સંતોષ ગ્રાઇડીંગ નામના કારખાનામાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્તીનો જુગાર રમતા (૧) ચતુરભાઇ પ્રાગજીભાઇ અઘારા રહે.રવાપર રોડ, મોરબી (૨) કમાભાઇ પીઠાભાઇ મકવાણા રહે.ડેલફી સીરામીક (૩) ભરતભાઇ કેશવજીભાઇ અઘારા રહે. મોરબી (૪) ભરતભાઇ ગોરધનભાઇ અઘારા રહે.ભડીયાદ (૫) લાલજીભાઇ શામજીભાઇ સોરીયા રહે.મહેન્દ્રનગર અને (૬) મહેશભાઇ ગોરધનભાઇ અઘારા રહે.ભડીયાદ વાળાને રોકડા રૂ.૧,૬૫,૦૦૦ તથા મારૂતી સુઝુકી સીયાઝ કાર કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦ , મારૂતી સુઝુકી એસક્રોસ કાર કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦, મોટરસાયકલ ૧૦,૦૦૦,મોબાઇલ ફોન નંગ-૮ રૂપિયા.૫૦,૫૦૦ આમ કુલમળી રૂપિયા ૧૯,૨૫,૫૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા અર્ધો ડઝન આરોપીઓને જડપી કાયદેસર ની કાર્યવાહી એલ.સી.બી ટીમે કરેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




