શ્રીનગર,
જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર પૂર્ણ થતાંની સાથે જ આતંકીઓ વિરૂદ્ધ એકવખત ફરી સેનાનું ઓપરેશન શરૂ થયું છે. સોમવારે સવારે સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના બિજબેહરામાં આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. સીઝફાયર પૂર્ણ થયાં બાદ આતંકીઓ વિરૂદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે. આ ઉપરાંત સોમવારે જ બાંદીપુરામાં ચાલી રહેલાં ઓપરેશનમાં સેનાના જવાનોએ ૪ આતંકીઓને ઠાર કર્યાં છે. આ એન્કાઉન્ટરમાં જ સેનાએ ૧૪ જૂને ૨ આતંકવાદીઓને ઠાર કર્યાં હતા. જેમાં એક જવાન પણ શહીદ થયા હતા.
આ સાથે જ જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકાવાદીઓ વિરૂદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરતા આજે સવારે સુરક્ષાબળોએ જમ્મૂ-કાશ્મીરના બિજબેહારામાં આતંકવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરૂ છે. સીઝફાયર સમાપ્ત થયા બાદ આતંકવાદીઓ વિરૂદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે.
એક મહિનાના સીઝફાયર દરમિયાન રાજ્યમાં આતંકવાદી ઘટનાઓમાં થયેલા વધારા અને ૨૮ જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખી કેન્દ્રએ તેને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે.
૧૬ મે એ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં રમઝાન મહિનામાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે ઓપરેશન રોકવાના નિર્દેશ આપ્યાં હતાં.
પરંતુ ઈદ બાદ કેન્દ્ર સરકારે તેને હટાવી લીધો અને સુરક્ષાબળોને ફરીથી આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવાનો નિર્દેશ આપી દીધા છે. સેનાએ પણ કહ્યુ હતું કે, તે ઓપરેશન ઓલઆઉટ માટે તૈયાર છે.
જાકે છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર ઘાટીમાં જે પરિસ્થિતિએ આકાર લીધો છે, તેનાથી પાર મેળવવો એટલો આસાન પણ નહીં હોય. સેના માટે આવનાર દિવસોમાં ત્રણેય મોરચે પોતાની હાજરીને એકદમ સક્ષમતાથી રજુ કરવી પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





