મેટ્રો રેલ પ્રોજેક્ટમાં સલામતીનાં ધોરણો અંગે જાપાની કંપનીના વડાએ સંતોષ વ્યક્ત કર્યો

0
279

અમદાવાદ,
તા.૧૪/૪/૨૦૧૮

રાજ્ય સરકારના મહ્ત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જાપાનની જાયકા કંપની દ્વારા રૂ.૬૦૦૦ કરોડની લોન અપાઇ છે. ગત માર્ચ-ર૦૧પથી તંત્ર દ્વારા વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક કાંકરિયા સુધીનો પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ત્યારબાદ વિભિન્ન સ્થળે મેટ્રો રેલના નિર્માણની કાર્યવાહી ચાલી રહી છે.

દરમ્યાન મેટ્રો રેલ પ્રોજેક્ટનાં ત્રણ વર્ષના કાર્યકાળની સલામતીનાં વિવિધ પાસાંથી જાયકાના વડાએ પ્રભાવિત થઇને સંતોષ વ્યક્ત કર્યો હતો. આમ તો આ સમગ્ર મેટ્રો રેલ પ્રોજેક્ટ રૂ.૧૦૦૦૦ કરોડનો છે, જેમાં કેન્દ્ર સરકારની રૂ.ર૦૦૦ કરોડ, રાજ્ય સરકારની રૂ.ર૦૦૦ કરોડની સહાય ઉપરાંત બાકીના રૂ.૬૦૦૦ કરોડની લોન જાપાનની જાયકા કંપનીએ આપી છે. ત્રીસ વર્ષના સમયગાળા માટે ૧.૪૦ ટકા વ્યાજના દરે અપાયેલી આ લોનના એગ્રીમેન્ટ વખતે સલામતીનાં પાસાંને ખાસ મહત્વ અપાયું હતું.

જાયકા ઇન્ડયાના વડા તકેમા સાકા મોટોએ પ્રથમ વાર મેગા કંપનીના મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓ ખાસ કરીને સલામતીનાં વિવિધ પાસાંથી વાકેફ થયા હતા. તેમણે એપરલપાર્કના ડેપોની પણ મુલાકાત લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY