ડોક્ટરે ચેમ્બરમાં બોલાવી ઈન્જેક્શન આપી જબરદસ્તી દુષ્કર્મ આચર્યુ
સુરત,તા.૫
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ પર સારવાર દરમિયાન દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
શહેરના નાનપુરમાં આવેલી ‘મી એન્ડ મમ્મી’ નામના હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોષી સામે પરિણીતા નિસંતાન મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,”ડો.પ્રફુલ દોષી મારી પુત્ર પ્રાપ્તિની સારવાર ચાલી રહી હતી. તેમણે મને પહેલા ઇન્જેક્શ આપ્યું અને તે બાદ ચેમ્બરમાં બોલાવીને હતી. ડોક્ટરે પહેલા મારી સાથે વાતો કરીને ત્યાર બાદ મારી સાથે જબરદસ્તીને દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે ડો.પ્રફુલ્લ દોષી સામે ૩૭૬નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાને પણ તબીબી તપાસ માટે સુરત સિવિલ હોસ્પટિલમાં લઇ જવામાં આવી છે. પોલીસ હાલ હોસ્પિટલના સ્ટાફ અને પરિણીતાના પરિવાર સાથે પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસ પહેલા આ હોસ્પિટલમાં આવો કોઇ બનાવ બન્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી રહી છે.
બનાસકાઠામાં પણ થોડા દિવસ પહેલા એક પરિણીતા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પરિણીતાએ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. થરાદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ થરાદ તાલુકાના ભુરિયા ગામની પરિણિતા બીમાર પડતા બાજુના કમાલી ગામે ડો.રામભાઈને ત્યાં સારવાર અર્થે ગઈ હતી. જ્યાં ડો.રામભાઈએ તેને બેહોશીનું ઈન્જેક્શન આપી તેની સાથે દુષ્કર્મ આચર્યાના આરોપ પરિણીતાએ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




