દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે : હવામાન ખાતાની આગાહી

0
149

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

ઉનાળાની કાળઝાળ ગરમીની હજુ શરૂઆત થઈ રહી છે અને ચોમાસાને હજુ ઘણી વાર છે પરંતુ હાલ મળી રહેલા નિર્દેશો મુજબ ચોમાસાની આગામી સીઝનમાં વરસાદનું પ્રમાણ નોર્મલ (સામાન્ય) રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.

હવામાન ખાતાએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ આ વર્ષે કમસેકમ ઓગસ્ટ માસ સુધી અલનીનોની અસર જાવા નહીં મળે અને તેના કારણે નોર્મલ ચોમાસા માટેના સાનુકુળ સંજાગો ઉભા થઈ રહ્યા છે. જા અલનીનોની અસર મધ્ય અને પિમ પેસિફિક સમુદ્રમાં જાવા મળી હોત તો ચોમાસા માટે ચોકકસપણે ચિંતાના વાદળો રહેત પરંતુ અલનીનોની અસર ઓગસ્ટ માસ સુધી જાવા મળે તેમ ન હોવાથી હાશકારાની લાગણી અનુભવાઈ રહી છે.

હવામાન ખાતાના સાધનોના જણાવ્યા મુજબ વેધર ઓબ્ઝર્વેશનમાં હજુ સુધી કોઈ નકારાત્મક પાસાઓ જાવા મળ્યા નથી. ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (ભારતીય વેધ શાળાના) ડિરેકટર જનરલ કે.જે. રમેશના જણાવ્યા મુજબ હાલના તબકકે કોઈ ચોકકસ અનુમાન જાહેર કરવાનું કે આગાહી કરવાનું યોગ્ય નથી પરંતુ આગામી બે સાહ પછી અમે ચોમાસા સંદર્ભે ચોકકસ આગાહી પણ કરી શકીશું. એપ્રિલના મધ્ય ભાગમાં હવામાન ખાતા દ્રારા આ સંદર્ભે બૂલેટિન પણ પ્રસિધ્ધ કરવામાં આવશે.

અમેરિકા સ્થત નેશનલ ઓસનીક એન્ડ એટમોસફેરીક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ)ના જણાવ્યા મુજબ પેસિફિક સમુદ્રમાં આ બાબતે સંશોધન હાથ ધરવામાં આવેલ છે અને તેમાં અલનીનોની અસર ઓગસ્ટ માસ સુધી જાવા મળે તેવી શકયતા નહીંવત છે. સામાન્ય ચોમાસાની આશા છે. લાનીનોની અસર ધીમે ધીમે પરત ફરી રહી છે અને ચોમાસાની સીઝન પહેલાં સાનુકુળ સંજાગોની શકયતા છે. એનઓએએના જણાવ્યા મુજબ લાનીનો તેની પકડ ઝડપભેર ગુમાવી રહેલ છે અને તેના કારણે ચોમાસું સારી જવાની શકયતા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY