ધીમંત પુરોહિત
તમને આ સંબોધન થોડું અડવુ લાગ્યું હશે, કારણકે તમે ‘સાહેબ’ સાંભળવા ટેવાયેલા છો, પણ તમે જાણો છો, અમને કદી કોઈને સાહેબ કહેવું ફાવ્યું જ નથી, તમને પણ નહિ. છતાં, અઢી દાયકાથી વધુ સમયના પત્રકાર તરીકેના તમારી સાથેના સંબંધના દાવે આટલી છૂટછાટ લઇ લઉ છું. સામાન્ય રીતે વર્ષગાંઠે ગુડી ગુડી વાતો કહેવાય છે. પરંતુ, ૨૦૧૯ના લોકસભા ઈલેક્શન પહેલાની આ તમારી છેલ્લી વર્ષગાંઠ છે એટલે, કેટલીક વાતોની ગિફ્ટ તમને આપવા માંગુ છું – રીટર્ન ગિફ્ટની અપેક્ષા વિના. મારા પત્રકારત્વની જેમ મારી વાતો પણ ઓબ્જેકટીવ છે. કદાચ સાંભળનારને કડવી પણ લાગે. જા કે, મીઠી મીઠી વાતો કહેનારાની તો તમારી આસપાસ ત્યાં દિલ્હીમાં કોઈ ખોટ નથી. આવી કડવી વાત કહેનારું તમને કોઈ નહિ મળતું હોય હવે.
ના ના ગેરસમજ ના કરતાં, આ પત્ર વડાપ્રધાન તરીકેના તમારા સાડા ચાર સાલના શાસન વિષે નથી. તમે ૨૦૧૪માં ઉભી કરેલી અપેક્ષાઓ અને એમાં તમે કેટલા ખરા ઉતાર્યા એના વિષે પણ નથી. તમારા રાજકારણ વિષે નથી અને તમારા અર્થકારણ વિષે પણ નથી. એ બાબતે તો દેશભરના છાપાઓમાં ટનબંધ પેપરો ભરીને લખાશે, ટીવી ચેનલો પર કલાકોના કલાકો ચર્ચાઓ થશે અને ડિજિટલ મીડિયામાં ધોધમાર ઇન્ટરનેટ વપરાય એટલું લખાશે -બોલાશે. ના ના કોઈ હિડન એજંડા નથી, આ પત્ર પેટ્રોલ ડીઝલના સળગતા ભાવો વિષે નથી, કે નથી અયોધ્યાના એક રૂકા હુઆ ફૈસલા વિષે. હાથમાંથી સરકતા દેખાતા કાશ્મીર વિષે નથી, કે નથી પાકિસ્તાન વિષે.
આ પત્ર છે, તમારી તાજેતરની એક તસવીરથી દુભાયેલી અમારી લાગણી વિષે. શનિવારને પંદરમી સપ્ટેમ્બરે તમારો ફોટો જાયો – હાથમાં ઝાડુ સાથે દિલ્હીમાં સફાઈ કરતો. આના માટે અમે – ગુજરાતીઓએ લોકસભાની છવ્વીસે છવ્વીસ સીટો સાથે અને બાકીની થંપિંગ મેજારીટી સાથે દેશની પ્રજાએ – તમને દિલ્હી મોકલ્યા હતા? ઝાડુ પકડવા? સફાઈ અભિયાન વાત તો સારી છે, પણ એ માટે વડાપ્રધાને ઝાડુ પકડવાનું? અમેરિકા અને ઈંગ્લેન્ડમાં નિર્વિવાદપણે સફાઈ આપણે કંપેરના કરી શકીએ એ કક્ષાએ ઉત્તમ છે – એના કોઈ વડાપ્રધાને હાથમાં ઝાડુ પકડયા વિના. કોઈ જ સફાઈ અભિયાન વિના.એ લોકોએ એ માટે સફાઈની એક વ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરી છે અને જાળવી છે. દેશના, રાજ્યના કે સ્થાનિક શહેર – ગામના વડાનું એ જ તો કામ છે. આર્મીના જનરલ યુધ્દમાં મોરચે લડવા નથી જતા,
આભાર – નિહારીકા રવિયા વોરરૂમમાં બેસીને વોરનું મેનેજમેન્ટ કરે છે. એ જ એમનું કામ છે. કાલે ન કરે નારાયણ ને પાકિસ્તાન કે ચીન સાથે યુદ્ધ થાય તો આપણા વડાપ્રધાન હાથમાં એકે ૫૬ રાયફલ લઈને મોરચે જશે? તો એમનું શું થશે અને પાછળ પાછળ આપણું પણ શું થશે? આર્મીના એક સફળ જનરલની માફક જ દેશના પીએમની મુખ્ય જવાબદારી, પીએમઓમાં બેસીને દેશના સુશાસનની વ્યવસ્થા ગોઠવવાની છે – બીજું બધ્ધું જ એડિશનલ છે.
પશ્ચાદ્ભૂમાં આંબેડકરના બાવલાની આગળ ઝાડુ સાથે ઉભેલા તમારા દિલ્હીના એ વાયરલ થયેલા ફોટાની જ વાત કરીએ. દેશની વાત તો પછી, દિલ્હીમાં જ આંબેડકરના અનુયાયીઓની શું હાલત છે? પાટનગર દિલ્હીમાં આ સફાઈ અભિયાનના થોડા દિવસ પહેલા જ રોજિંદી સફાઈ માટે ગટરમાં ઉતરેલા પાંચ સફાઈ કામદારોના ગૂંગળાઈ જવાથી કમોત થયા. ગટરના નરકમાં સફાઈ માટે માણસે જાતે ઉતરીને આખું શરીર એ ગંદકીમાં ડુબાડવું પડે, એ કલ્પના જ થથરાવી મૂકે છે. આ કેવું સ્માર્ટ સીટી છે? આપણે તો ૨૧મી સદીમાં આવી ગયા પણ એ લોકો ૧૮મી સદીમાં રહી ગયા? હાથવગું બહાનું એ હોઈ શકે કે દિલ્હી રાજ્યમાં સરકાર બીજા કોકની છે, પણ એ ભારતનો ભાગ તો ખરોને?
વિનોબા ભાવેના માતાએ એકવાર એમને બ્રહ્મજ્ઞાન આપેલું, આપણે જેને કચરાવાળા કહીએ છીએ, એ કચરાવાળા નથી, કચરાવાળા તો આપણે છીએ, જે ગંદકી કરે છે. એ લોકો તો સફાઈવાળા છે. આપણા સફાઈ અભિયાનમાં એ સફાઈવાળાઓ માટે કઈ ખરું કે? કમ સે કમ સફાઈ અભિયાનના કરોડોના બજેટમાંથી ગટર સફાઈના ઓટોમેટિક સાધનોની ખરીદીનો ખર્ચો નીકળી શકે, કે જેનાથી દેશમાં ક્્યાંય કોઈ સફાઈ કામદારને સફાઈ માટે ગટરમાં જાતે ઉતરવું ના પડે? દેશની ગંદકી માટે સફાઈ કામદારો કરતા વધુ જવાબદાર તો આપણે લોકો છીએ જે આડેધડ ગંદકી કરીએ છીએ. ટ્રાફિક પોલીસની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને એ લોકોને આર્થિક દંડ કરવા અધિકૃત કરી શકાય, જે લોકો બેજવાબદારીપૂર્વક ગંદકી કરે છે? એનાથી એક તો સફાઈ કામદારોને પાવર મળશે અને બીજું આપણા જેવા દેશમાં આ દંડની રકમથી એટલી બધી આવક ઉભી થશે કે, સરકારે ગરીબોની સેવા કરવા માટે પેટ્રોલના ભાવ વધારા પર આધાર નહિ રાખવો પડે. ઓ હો, પેટ્રોલના ભાવ વધારા વિષે આજે વાત નહિ કરવાનું નક્કી કરેલું!
માફ કીજિયેગા, અગર શુભ દિન પર કુછ કડવી બાત હો ગઈ હો તો. પર યે સ્વચ્છતા અભિયાન કે શુભાશય સે હી હૈ, જા આપકે સફાઈ અભિયાન કા હી એક હિસ્સા હૈ. પતા હૈ, આપકો ઐસી બાતેં સુનને કી આદત નહિ હૈ, મૂડ ખરાબ હો ગયા હોગા. કોઈ બાત નહિ, કોઈ ટીવી ચેનલ ખોલ કે દેખ લીજીયે, મૂડ ફિર બન જાયેગા, પર સફાઈ કે લિયે વાકઈ કુછ કરને કા મૌકા ફિર કબ આયેગા?
આપનો અને એટલો જ દેશનો પણ પત્રકાર,
ધીમંત પુરોહિત.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





