૨૦૨૫ સુધીમાં ૫૨ ટકા નોકરીઓ પર મશીનોનો કબ્જા હશે : વિશ્વ આર્થિક મંચનો રિપોર્ટ

0
20

જિનિવા,તા.૧૭
સમયની સાથે મશીન પરનો વ્યાપ વધી રહ્યો છે. જેનો પ્રભાવ માનવ કૌશલ સાથે જાડાયેલી નોકરીઓ પર પડી પણ રહ્યો છે. મશીનીકરણની સ્પીડ જાતાં એવું અનુમાન છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્યસ્થળોમાં અડધાથી વધુ કાર્યો મશીનો દ્વારા કરવામાં આવશે. જા કે એક તરફ નોકરીઓ જશે તો બીજી બાજુ રોજગાર પણ ઊભો થશે. એટલે કે રોબોટ ક્રાંતિના કારણે આગામી પાંચ વર્ષમાં ૫.૮ કરોડ નવી નોકરીઓનું પણ સર્જન થશે. એક અધ્યનમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે.
વિશ્વ આર્થિક મંચના એક નવા રિપોર્ટ ‘ધ ફ્યૂચર ઓફ જાબ્સ ૨૦૧૮’ મુજબ સ્વચાલન તથા રોબોટને અપનાવવાથી મનુષ્યોના કામ કરવાની રીતમાં ઘણો જ બદલાવ આવશે. સર્વેક્ષણમાં સામેલ કંપનીઓએ કહ્યુ કે હાલ કુલ કાર્યના ૭૧ ટકા કામ મનુષ્ય કરે છે જ્યારે ૨૯ ટકા મશીન. વર્ષ ૨૦૨૨માં મનુષ્યોની ભાગીદારી ઘટીને ૫૮ ટકા પર આવી જશે તથા મશીનો દ્વારા ૪૨ ટકા કાર્ય થવા લાગશે. તો વર્ષ ૨૦૨૫માં મશીન ૫૨ ટકા કામ કરવા લાગશે.
વિશ્વ આર્થિક મંચે કહ્યુ કે નોકરીઓની તકોમાં સકારાત્મક વૃદ્ધિનું અનુમાન છે અને તેનાથી નવી ભૂમિકાઓની ગુણવત્તા, સ્થાન, સ્વરૂપ અને સ્થાયિત્વમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે. વિશ્વ આર્થિક મંચના અધ્યયન મુજબ વર્ષ ૨૦૨૫ સુધી રોબોટ હાલના કામકાજના ૫૨ ટકા કાર્યો સંભાળવા લાગશે, જે અત્યારની તુલનાએ બમણું હશે. વિશ્વ આર્થિક મંચે સોમવારે આ રિપોર્ટ જાહેર કર્યો.
વિશ્વ આર્થિક મંચના અનુમાન મુજબ માનવોએ નવી ભૂમિકામાં તેજીથી વૃદ્ધિ જાઈ શકાય છે. એટલું જ નહીં મશીનો તેમજ કોમ્પ્યુટર કાર્યક્રમોની સાથે આપણે કઈ રીતે કાર્ય કરીએ અને તેની ગતિની સાથે કઈ રીતે સંતુલન જાળવીએ તે માટે માનવે પોતાનું કૌશલ વધુ યોગ્ય બનાવવું જરૂરી છે.
સ્વિસ સંગઠનના એક નિવેદનમાં કહેવાયું કે, આજે મશીનના માધ્યમથી જ્યાં ૨૯ ટકા કાર્ય થઈ રહ્યાં છે. તો વર્ષ ૨૦૨૫ સુધીમાં હાલના જેટલું કાર્યભાર છે તેનું લગભગ અડધું કામ મશીનોથી પૂર્ણ થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY