ડિઝલની કિંમત પણ પ્રતિ લિટરે ૬૫.૯૩ રૂપિયા
ન્યુ દિલ્હી,તા.૨૬
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી હાલ રાહતની કોઈ આશા નથી. વિશ્વ બેંકના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો થવાની શક્યતા છે. વિશ્વ બેંક તરફથી ચેતવણી આપવામાં આવી છે કે પેટ્રોલની કિંમત ૯૮ રૂપિયે પ્રતિ લિટર સુધી પહોંચવાની શક્યતા છે. ગુરુવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ માટે ૭૪.૬૩ રૂપિયા ચુકવવા પડયા છે. તો ડીઝલની કિંમત પણ પ્રતિ લિટરે ૬૫.૯૩ રૂપિયા છે.
વિશ્વ બેંકે એપ્રિલની કમોડિટી માર્કેટનો આઉટલુક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમા અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ વર્ષે એનર્જી કમોડિટીઝની કિંમતોમાં વીસ ટકા વધારાની સંભાવના છે. એનર્જી કમોડિટીમાં ખનીજતેલ, ગેસ અને કોલસાનો પણ સમાવેશ થાય છે. જેને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાની શક્યતા છે. જેને કારણે મુંબઈમાં પેટ્રોલની એક લિટરની કિંમત ૯૮.૨ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં લગભગ ૮૨ ટકા ખનીજતેલની આત કરવામાં આવે છે. વિશ્વબેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૮માં ખનીજતેલની સરેરાશ કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ રહે તેવું અનુમાન છે. જા કે હાલ ખનીજતેલની બેરલ દીઠ કિંમત ૭૪ ડોલરના સ્તરે પહોંચી છે.
વિશ્વ બેંકના એક્ટિંગ ચીફ ઈકોનોમિસ્ટ સાતયનન દેવરાજને કહ્યુ છે કે વૈશ્વિક ગ્રોથ અને માંગમાં વધારો થવાને કારણે ખનીજતેલની કિંમતોમાં વધારાની આશંકા છે. મહત્વપૂર્ણ છે કે હાલ સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે તેમ નથી. કારણ કે આનાથી અર્થવ્યવસ્થાનું ગણિત ખોરવવાની સંભાવના હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"