મુંબઇ,તા.૩
અભિષેક બચ્ચન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જા કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે.
આ વર્ષની શરૂઆતમાં એવા હેવાલ આવ્યા હતા કે અભિષેકે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. અભિષેકે જે ફિલ્મો સાઇન કરી છે તેમાં પ્રિયદર્શનની એક ફિલ્મ પણ સામેલ છે. હવે રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બચ્ચન સિંહ નામથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. પ્રિયદર્શનની ફિલ્મના સંબંધમાં વધારે માહિતી મળી શકી નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિયદર્શનની ફિલ્મ ઉપરાંત તેની પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ છે. જેમાં પ્રભુ દેવાની ફિલ્મ લેફ્ટી અને રાની સ્ક્રુવાળાની ફિલ્મનો સમાવેશ થાય છે. બીજી બાજુ અભિષેક હમેંશા સ્પોટ્ર્સમાં સક્રિય રહે છે. અભિષેક ફુટબોલ મેચોને લઇને ભારે ક્રેઝ ધરાવે છે. બીજી બાજુ દેશમાં કબડ્ડી જેવી રમતને પ્રોત્સાહન આપવા માટે તે સતત સક્રિય છે.
અભિષેકને લઇને એકલા હાથ કોઇ મોટા નિર્માતા નિર્દેશક ફિલ્મ બનાવવા માટે જાખમ લઇ રહ્યા નથી. તે મોટા ભાગે મલ્ટી સ્ટારર ફિલ્મમાં જ નજરે પડે છે. જેમાં શાહરૂખ ખાન સાથેની હેપ્પી ન્યુ યરનો પણ સમાવેશ થાય છે. તે મોટા ભાગે મલ્ટી સ્ટાર કરી રહ્યો છે. જા કે પલટન ફિલ્મમાંથી તે હાલમાં નિકળી જતા આની ચર્ચા તો હજુ પણ જાવા મળી રહી છે. અભિષેક મોટી ફિલ્મો કરવા માટે પણ આશાવાદી છે. અભિષેક પાસે પત્ન એશ સાથે ફિલ્મ કરવા માટે પણ ઓફર આવી હોવાના બિનસત્તાવાર હેવાલ આવ્યા છે. અભિષેકની ગણતરી હવે એક સરેરાશ સ્ટાર તરીકે થઇ રહી છે. તેની પાસે સોલો ફિલ્મ હાથમાં આવી રહી નથી. જા કે તે ફિલ્મને લઇને તમામ તૈયારી કરી ચુક્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




