સેક્સી ડેઝી રેસ-૩ ફિલ્મને લઇને ખુબ આશાવાદી બની

0
205

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હોવા છતાં ડેઝી શાહ બોલિવુડમાં હજુ સુધી સફળતા મેળવી શકી નથી. જા કે હવે ડેઝી શાહ સલમાન સાથેની જ રેસ-૩ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ રજૂ થાય તે પહેલા જ મોટી સફળતા મેળવી ચુકી છે. હવે ફિલ્મ ૧૫મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ, અનિલ કપુર અને જેક્લીન જેવા ટોપ સ્ટાર પણ કામ કરી રહ્યા છે.
ડેઝી શાહ પાસે સારી ફિલ્મો નહી મળવાના કેટલાક કારણો દેખાઇ રહ્યા છે. ડેઝી શાહ સલમાનખાન પરિવાર સાથે નજીકના સંબંધ હોવાના કારણે બોલિવુડમાં ટકી રહેવામાં સફળ રહી છે. તમામ લોકો જાણે છે કે બોલિવુડના સુપરસ્ટાર સલમાનખાનના કહેવાથી હેટસ્ટોરી-૩ ફિલ્મ ડેઝી શાહે અગાઉ સ્વીકારી લીધી હતી. તેની સેક્સી ઇમેજ આ ફિલ્મના કારણે સપાટી પર આવી હતી. સલમાન સાથે પોતાની ફિલ્મ જય હોમાં કામ કર્યા બાદ ખુબસુરત ડેઝી શાહને હાલમાં વધારે ફિલ્મો મળી રહી નથી પરંતુ તે બિલકુલ નિરાશ નથી. સલમાન સાથે મજબુત મિત્રતા ધરાવનાર ડેઝી શાહને ટુંક સમયમાં વધારે સારી અને મોટા બેનરની ફિલ્મો હાથ લાગી શકે છે. કેટરીના કૈફ, સોનાક્ષી જેવી અભિનેત્રી બાદ ડેઝી પણ પોતાની કેરિયર માટે સલમાનને ક્રેડિટ આપે છે.સલમાને પોતાની ફિલ્મ જય હોમાં ડેઝી શાહને લોન્ચ કરી હતી. ડેઝી શાહને સલમાનના નજીકના લોકોમાં ગણવામાં આવે છે. તેની ખુબસુરતીની પ્રથમ જ ફિલ્મમાં નોંધ લેવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY