અમદાવાદ,તા.૧
ગયા બુધવારે દિલ્હીમાં મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમિટિની બેઠકમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે મનોમંથન થયું. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સમક્ષ દરેક લોકસભા બેઠક દીઠ પ્રેઝન્ટેશન કર્યું હતું.
આ પ્રેઝન્ટેશનમાં ૯ બેઠકો પર કોંગ્રેસની જીતની શક્્યતા એકદમ પ્રબળ હોવાના દાવો કરાયો. આ બેઠકો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે. કોંગ્રેસના નેતાઓના એનાલીસિસ પ્રમાણે કોંગ્રેસની જીતની વધુ શક્યતાવાળી બેઠકોમાં ૩ બેઠક સૌરાષ્ટ્રની છે જ્યારે ૩-૩ બેઠકો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છે.
કોંગ્રેસના નેતાઓનો એનાલીસિસ પ્રમાણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી એ ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા એકદમ પ્રબળ છે. અમરેલી જિલ્લો ભાજપનો ગઢ છે પણ પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ આ બેઠક ખૂંચવી લેવાનો કોંગ્રેસને વિશ્વાસ છે.
ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા તથા ઠાકોર મતબેંકના જારે કોંગ્રેસ સાબરકાંઠા, બનાસકાંઠા અને પા઼ટણ બેઠક જીતી શકે તેમ છે તેવું કોંગ્રેસના નેતાઓનું માનવું છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી તથા ઓબીસી મતબેંકના જારે દાહોદ, આણંદ અને પંચમહાલ બેઠકો પર પણ કોંગ્રેસની જીતની શક્યતાનો દાવો કોંગ્રેસના નેતાઓએ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




