ગુજરાત સરકારની ૭ ઉર્જા કંપનીમાંથી એક DGVCL કંપનીમાં વિવાદો એ માઝા મૂકી છે

0
782

સામાન્ય રીતે કુદરતની વ્યવસ્થામાં પણ સિઝન બદલાય તો પુર પ્રકોપ બંધ થઈ જાય છે. પરંતુ DGVCL કંપનીમાં કર્મચારીઓ ઉપર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવતા અત્યાચારનો અંત ક્યારે થશે ? કર્મચારીઓનો યક્ષ પ્રશ્ન.

છેલ્લા કેટલા સમયથી DGVCL મા એચ.આર વિભાગ દ્વારા પ્રમોશન ,બઢતી , બદલીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાની એક કામદાર સંગઠન દ્વારા બૂમ મારવામાં આવી રહી છે. અને જે દરેક બનાવ જોતા સત્ય પણ લાગી રહ્યું છે. હાલમાં જ DGVCL કંપનીના મેનેજમેન્ટના અધિકારીઓના માનીતા યુનિયનના સભ્યને લાભ કરાવવા છેલ્લાં એક વર્ષથી પ્રમોશન લઈ અંકલેશ્વર સીટી ખાતે નોકરી કરતા મુકેશ પટેલ નામના આસિસ્ટન્ટ લાઈનમેન કર્મચારીને કોઇપણ કારણ વગર પાનોલી બદલી કરી નાખી છે. મેનેજમેન્ટના માનીતા યુનિયનના સભ્ય પ્રતીક તાપિયાવાલા ને સેટ કરવા ગેરકાયદેસર બદલી કરી નાખી હોવાની ફરિયાદ કર્મચારી દ્વારા મેનેજમેન્ટ અને યુનિયનને કરવામાં આવી છે.

આ બાબતે અન્યાય દૂર કરવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ના DGVCL ના મહામંત્રી દ્વારા 15 દિવસની મુદત આપી આંદોલનની નોટિસ આપી છે. આબાબતે યુનિયન ના મહામંત્રીએ જણાવેલ છે કે DGVCL કંપનીમાં આ બધુ એચ.આર વિભાગના એક અધિકારીના ઈશારે અમારા યુનિયનના સભ્યો હોદ્દેદારોને હેરાન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અને DGVCL ના આઈ.આર અધિકારી પણ તે યુનિયન સાથે સંકળાયેલા હોય તેમના દ્વારા નીચલી કચેરીઓમાં સત્તાનો દૂર ઉપયોગ કરી સીધી સૂચનાઓ આપી અમારા યુનિયનના સભ્યો હોદ્દેદારો હોય તેવા કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અમારા યુનિયન દ્વારા અમારી કંપનીના એમ.ડી સાહેબને અને ઊર્જામંત્રી સાહેબને પણ ફરિયાદ કરી છે. પરંતુ કોઈ કારણોસર તેનું કોઈ પરિણામ મળતું નથી. અને તેમના મૌનથી કર્મચારીઓ ઉપર અત્યાચાર ગુજારનાર આવા અધિકારીઓને સમર્થન મળી રહ્યું છે. અને આ અધિકારીઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે.

કર્મચારીઓ અને સભ્યો હોદ્દેદારોના રક્ષણ માટે યુનિયન દ્વારા વારંવાર આંદોલન આપવાની ફરજ પડે છે. જેનાથી પ્રજામાં અમારી સંસ્થા અને સરકારનું પણ નામ ખરાબ થાય છે. જેનું અમો ખૂબ જ દુઃખ પણ અનુભવીએ છે. તેમ પણ જણાવેલ છે. પરંતુ જ્યારે એક યુનિયનની તરફદારી કરતા જ અધિકારીઓ આઈ.આર (ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ) જેવા સમાધાન કરાવનાર હોદ્દા ઉપર હોય તેઓ દ્વારા પણ ફક્ત એમના મનગમતા યુનિયનના પ્રશ્નોમાં જ રસ રાખવામાં આવે છે. બીજા કર્મચારીઓ અને યુનિયનના પ્રશ્નોનો નિકાલ ન કરતા પણ ન્યાય અપાવવા યુનિયન ને મજબુરીમાં આંદોલન કરવાની ફરજ પડે છે.

આ બાબતે ઊર્જામંત્રી DGVCL મા સીધો હસ્તક્ષેપ કરે તેવી યુનિયનને આશા છે.

ચિરાગ શાહ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY