રાજસ્થાનમાં કોંગ્રેસને ફટકો!?,સપા-લેફ્ટ સાથે ગઠબંધન થાય તેવી સંભાવના

0
6

લખનઉ,તા.૨૧
બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રિમો માયાવતી સંભવતઃ સમાજવાદી પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવી ત્રીજા મોર્ચો બનાવી શકે છે. આ ત્રીજા મોર્ચો અગામી રાજસ્થાન ચૂંટણીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, અગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા બસપા તરફથી કોંગ્રેસને આ ત્રીજા મોટો ઝટકો હશે.
માયાવતીએ કોગ્રેસના બાગી અજીત જાગી સાથે છત્તીસગઢમાં ગઢબંધન કરી લીધુ છે. ત્યારબાદ કોંગ્રેસે કહ્યું કે, તે જ્યમાં એકલી ચૂંટણી લડશે. મધ્યપ્રદેશમાં પણ તેણે અત્યાર સુધીમાં ૨૨ ઉમેદવારનું લીસ્ટ જાહેર કરી દીધુ છે.
રાજસ્થાનના પ્રભારી અને સીપીઆઈના રાષ્ટ્રપતિ સચિવ અતુલ કુમાર અંજાને આ સમાચારની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, પાર્ટી ગઠબંધન માટે માયાવતીના સંપર્કમાં છે. જેડીએસ અને સપા સાથે વામપંથી દળો ત્રીજા મોર્ચો બનાવશે. બીએસપી પણ આમાં શામેલ થવાથી ખુશી થશે. અમે બીએસપીના નેતૃત્વના સંપર્કમાં છીએ. જાકે, બસપા કોંગ્રેસ સાથે પણ સીટોના મુદ્દા પર સંપર્કમાં છે.
છત્તીસગઢથી ઉલટુ, કોંગ્રેસ ગઠબંધન કરવાનું ઈચ્છી રહી હતી, ત્યારે રાજસ્થાનમાં બસપાને સાથે લેવા માટે તૈયાર નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કોઈ પણ ગઠબંધનને લઈ ખુલીને સામે આવ્યા, કારણ કે પાર્ટી રાજ્યમાં વધારે આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યાં દર પાંચ વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા પરિવર્તનનો ઈતિહાસ રહેલો છે.
જાકે, બસપાના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, માયાવતી હજુ પણ કોંગ્રેસ હાઈકમાનના સંપર્કમાં છે અને રાજ્યના સ્ટેન્ડ બાદ પણ બંને વચ્ચેના ગઠબંધનને લઈ હાલમાં કઈ કહી ન શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY