વાહનવ્યવહાર કમિશ્નરે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે વાહનચાલકો માટે આનંદો! હવે સાથે નહીં રાખવા પડે ડ્રાઇવિંગ લાઈસન્સ અને આરસી બુક

0
13

ગાંધીનગર,તા.૧૯
ગુજરાતના લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને આર.સી. બુક સાથે નહીં હોય તો પણ ટ્રાફિક પોલીસ તમને દંડ નહીં ફટકારે. આ મામલે વાહનવ્યવહાર કમિશ્નરે એક પરિપત્ર બહાર પાડ્યો છે.
વાહનવ્યવહાર કમિશ્નરે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે હવેથી વાહનચાલકો આર.સી. બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની ઓરિજિનલ નકલ સાથે રાખવાને બદલે ડીજી લોકરમાં પણ રાખી શકશે. એટલે કે ડીજી લોકર અથવા એમ પરિવહન એપના પ્લેટફોર્મમાં રાખવામાં કે રજૂ કરવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મૂળ દસ્તાવેજની જેમ માન્યા ગણાશે.
હાલમાં ટ્રાફિક પોલીસ જ્યારે માંગે ત્યારે તમારે મૂળ સ્વરૂપમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે. વાહનચાલક એ રજૂ કરવામાં અસમર્થ રહે તો તેને દંડ ભરવો પડે છે.
વાહનવ્યવહાર કમિશ્નરના પરિપત્ર બાદ તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને તમારા ફોનના ડીજી લોકર કે એમ પરિવહન એપમાં સ્ટોર કરીને રાખી શકો છો. ટ્રાફિક પોલીસ જ્યારે માંગે ત્યારે તમે તેને ડીજી લોકરમાં રહેલા ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજા બતાવી શકો છે. આવું કરવાથી તમારે દંડની રકમ નહીં ભરવી પડે.
પરિપત્ર પ્રમાણે જા વાહન માલિક કે વાહન હંકારનાર દ્વારા ગુનો આચરવામાં આવે અને દસ્તાવેજ કબજે લેવાની જરૂરિયાત ઉભી થાય તેવા કિસ્સામાં એન્ફોર્સમેન્ટ એજન્સી આ દસ્તાવેજ VAHAN/SARATHI ડેટાબેઝ પરથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મેળવી શકાશે. આ દસ્તાવેજાને ફિઝિકલ સ્વરૂપમાં સીઝ કરવાની જરૂરિયાત રહેતી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY