ધ્રાંગધ્રા ના પુનીતનગર વિસ્તાર માં છેલ્લા દસ વર્ષ થી પાણી નું કનેકશન નહીં આવતાં સ્થાનિકો માં રોષ

0
123

સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા માં અનેક જગ્યા એ પાણી નહીં મળતા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા ના પુનીતનગર વિસ્તાર એટલે પછાત વિસ્તાર માનવામાં આવે છે અહીં ગરીબ લોકો વસવાટ કરે છે હાલ ઉનાળુ સીઝન ચાલતું હોય અને પીવા ના પાણી ની વધારે જરૂરિયાત હોય છે ત્યારે પુનીતનગર વિસ્તાર માં છેલ્લા દસ વર્ષથી ધ્રાંગધ્રા નગરપાલિકા મા અરજી આપેલ છે. તેનો કાઇજ ઉકેલ આવ્યો નથી નિયમોઅનુસાર પૈસા ભરવાના હોય છે તે પણ ભરી દીધા છે છતાંય અહીં પુનીતનગર વિસ્તાર માં પાણી ના નળ કનેક્શન આપવામાં આવતા નથી પુનીતનગર વિસ્તાર ના સ્થાનિક લોકો એ અનેક વખત લેખિત તથા મૌખિક નગરપાલિકા ને રજૂઆત કરેલ તો પણ આજદિન સુધી કોઈ જ ઊકેલ આવેલ નથી તેથી ફરીથી ધ્રાંગધ્રા નગરપાલિકા ના ચીફ ઓફિસર એ.ડી.વાઘેલા ને લેખિત રજુઆત કરેલ છે આ લેખિત રજૂઆત મા સ્થાનિક હસીનાબેન ઘાંચી,લાભુબેન કિશોરભાઇ,સુલતાનાબેન બેલીમ વગેરે સ્થાનિક લોકો હાજર રહ્યા હતા આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવે અને નળ કનેક્શન આપવામાં આવે તેવી લેખિત રજુઆત ચીફ ઓફિસર ને કરી છે અને જો આવનાર દિવસો માં નળ કનેક્શન નહીં આપવામાં આવે તો ઉપવાસ ઉપર બેસવાની અને આત્મવિલોપન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે

રિપોર્ટર :દિપકસિંહ વાઘેલા, લીંબડી

મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૯૯૨૫૬ ૫૯૧૪૦ / ૭૦૧૬૧ ૭૦૮૪૪

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY