બોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૫ દિવસમાં ૧૫૦ કરોડને પાર પહોંચી

0
5

મુંબઈ,તા.૧૦
સલમાન ખાનની ‘ભારત’ બોક્સ ઓફિસ પર કમાણીનાં નવાં રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ કમાણીના મામલે ૫ દિવસમાં ૧૫૦ કરોડને પાર પહોંચી ગઇ છે. ફિલ્મે શનિવારે ૮ જૂનનાં રોજ ૨૬.૭૦ કરોડની કમાણી કરી હતી જ્યારે રવિવારે ફિલ્મે ૨૭.૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ સાથે જ ફિલ્મે રવિવાર સુધીમાં એટલે કે રિલીઝનાં પાંચ દિવસમાં ૧૫૦.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ‘ભારત’ ફિલ્મે ચાર દિવસમાં ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે.
વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધીમાં ‘કેસરી’, ‘ગલી બોય’, ‘કલંક’ અને ‘ભારત’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી. જેમાં સૌથી વધુ કમાણી ‘ભારત’ની છે.
ફિલ્મ મેકર્સ અને ખુદ સલમાનને પણ આશા છે કે આ ફિલ્મ ૩૦૦+ કરોડનો બિઝનેસ કરશે. આ ફિલ્મને મળી રહેલા પ્રતિશાદ પર અલી અબ્બાસ કહે છે કે, દર્શકોનો આટલો પ્રેમ સુખદ અનુભવ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY