નાણાકીય બોજ વધશે…આરબીઆઈએ તમામ બેન્કોને એટીએમ અપગ્રેડેશનનો નિર્દેશ આપ્યો

0
12

ન્યુ દિલ્હી,તા.૩
આવનારા સમયમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા પડી શકે છે. આરબીઆઈએ તમામ બેન્કોને એટીએમ અપગ્રેડેશનનો નિર્દેશ આપ્યો છે જેનાથી તેના ઉપર નાણાકીય બોજ વધશે. બેન્કોએ આ બોજને ગ્રાહકો પર નાખવા માટે આરબીઆઈ પાસે પરવાનગી માગી છે. તેમણે રિઝર્વ બેન્કથી એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાની પરવાનગી આપવાની અપીલ કરી છે.
બેન્કીગ સૂત્રોએ જણાવ્યું કે એટીએમ અપગ્રેડેશનનો ખર્ચ વસૂલવા માટે બેન્ક એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં બે પ્રકારનો વધારો કરી શકે છે. તેઓ ફ્રી ટ્રાન્ઝેક્શન ખતમ થવા પર વસૂલાતા ૧૮ રૂપિયાના ચાર્જમાં વધારો કરી શકે છે અથવા તો એટીએમથી ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઓછી કરી શકે છે. કોઈ બેન્કે અત્યારે એટીએમમાંથી ૩ અને કોઈ બેન્કે ૫ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપેલી છે.
એટીએમમાં છેતરપિંડી અને હેકિંગની વધી રહેલી ફરિયાદોને ગંભીરતાથી લેતાં આરબીઆઈએ તમામ બેન્કોને એટીએમ અપગ્રેડ કરવા માટે કહ્યુ છે. તેની ડેડલાઈન ૬ તબક્કામાં વહેંચાઈ છે. પહેલી ડેડલાઈન ઓગસ્ટ-૨૦૧૮ છે. જ્યારે અંતિમ તબક્કો જૂન ૨૦૧૯માં ખતમ થશે. એટીએમ અપગ્રેડેશન હેઠળ બેન્કોને મુળ ઈનપુટ-આઉટપુટ સિસ્ટમ એટલે કે બીઆઈઓએસને અપગ્રેડ કરવાની રહેશે. બીઆઈઓએસ કોમ્પ્યુટર સિસ્ટમનો એક અભિન્ન હિસ્સો છે. તેનો ઉપયોગ પીસીને બૂટ કરવા દરમિયાન થાય છે. પીસીના ઓન થવા પર શરૂ થનારો આ પહેલો સોફટવેર છે. ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરતી વખતે બીઆઈઓએસ કોમ્પ્યુટરના તમામ હાર્ડવેર જેવા કે રેમ, પ્રોસેસર, કી-બોર્ડ, માઉસ, હાર્ડ ડ્રાઈવ વગેરેની ઓળખ કરે છે અને તેને કન્ફીગર કરે છે. ત્યારબાદ જ કોમ્પ્યુટર મેમરીમાં ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY