ઢાકા,તા.31
મુર્તજા બે સંસદીય સીટ પરથી ચૂંટણી લડ્યો,કુલ ૨૭૪૪૧૮ વાટ મળ્યા
બાંગ્લાદેશની ચૂંટણી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગે શાનદાર જીત નોંધાવી છે. આ ચૂંટણીમાં દેશની વનડે ટીમના કેપ્ટન મુશર્રફ બિન મુર્તજા એ પણ ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. મુશર્રફ બિન મુર્તજા એ અવામી લીગ પાર્ટીની તરફથી ચૂંટણી લડી અઢી લાખ મત સાથે જીત મેળવી છે.
સત્તારૂઢ પાર્ટી અવામી લીગની આ સતત ત્રીજી જીત નોંધાઇ છે. મુર્તજા નરેલ બે સંસદીય સીટ પરથી ચૂંટણી લડ્યો હતો અને કુલ ૨૭૪૪૧૮ વોટ મેળવ્યા હતા. જ્યારે તેના નજીકના હરિફને માત્ર ૮૦૦૬ મત પ્રાપ્ત થયા હતા.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




