આજ રાતે ૩૧ ડિસેમ્બર પૂર્ણ થશે આ સાથે નવા યુગનો પ્રારંભ થઇ જશે. ૨૦૧૯ની શરૂઆત થશે. નવો સૂરજ ઉગશે અને નવી તારીખ લાગશે. જીવન કાયમ છે તેવું જ રહેવાનું છે બસ તેમાં તારીખમાં બદલાવ આવવાનો છે. નવી ફિલ્મો, જૂના નેતાઓનું નવું રાજકારણ અને ક્રિકેટ આ ત્રણ વસ્તુઓથી જ ભારત દેશ ૨૦૧૯માં ચર્ચામાં રહેવાનો છે. પણ તમને થતું હશે કે કેટ કેટલી જગ્યાએ નજર કરવી. પણ આ વર્ષે તમારી જ નહીં વિશ્વના તમામ દેશોની ભારત પર નજર હશે. એ પણ આ ત્રણ મહા ઇવેન્ટને લઇને જ. આ જુઓ.
કુંભનો મેળો
દેશ દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ એટલે કુંભનો મેળો. જેના આયોજન પર દેશ વિદેશના લોકો આવી રિસર્ચ કરતા હોય છે કે આટલી મોટી ઇવેન્ટનું આયોજન કેવી રીતે કરવામાં આવે છે. કેવી રીતે કરોડો લોકો માટે ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવે છે. કેવી રીતે બધુ શાંતિથી મેનેજ કરી લેવામાં આવે છે. આ વખતે કુંભનો મેળો ગંગા, યમુના અને સરસ્વતીના મિલન સ્થળ પ્રયાગરાજમાં છે. જેની શરૂઆત ૧૫ જાન્યુઆરીથી થશે અને પછી ૫૦ દિવસો સુધી ચાલશે. એટલે કે ૪ માર્ચે તેનો અંત થશે. ઉત્તર પ્રદેશ સરકારે નદિ કિનારે હજ્જારો હેક્ટર જમીન પર તમામ વ્યવસ્થા કરી છે. અત્યારે ઘૂમી ઘૂમીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દરેક રાજ્યના મુખ્યંત્રી અને પ્રમુખ નેતાઓન આમંત્રણ આપી રહ્યા છે. ૨૦૧૭માં યુનેસ્કોએ કુંભને માવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના પ્રતિનિધિની સૂચીમાં જગ્યા આપી છે. એટલે આ ઇવેન્ટ આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ રહેવાની તેમાં કોઇ શક નથી. ઉપરથી જાન્યુઆરીમાં ટ્રેનો અને બસો પ્રયાગરાજ જ ઉપડવાની ભલે તે ગુજરાત જ કેમ ન હોય.
લોકસભા ચૂંટણી
૨૦૧૯ની ચૂંટણી એ તો કુંભ કરતા પણ મોટો મેળો સાબિત થવાની છે. દેશના નેતાઓ અત્યારથી જ આ મહાકુંભની તૈયારીમાં લાગેલા છે. ૫૪૩ સાંસદોની કિસ્મત દાવ પર લાગેલી છે. મોદીજી ફરી સત્તા પર આવશે કે રાહુલ ગાંધી નામે નવો ચહેરો બનવાનો છે તે જાવાની સૌને ઉત્સુકતા છે. છેલ્લા પાંચ વર્ષથી મોદીજી સત્તા પર છે અને કિયાક તેઓ જીતી રહ્યા છે તો કિયાક તેઓ હારી રહ્યા છે તેવી Âસ્થતિ અત્યારે દેખાઇ રહી છે. રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પંજા મારી પોતાની કાબેલિયત સાબિત કરી દીધી છે પણ વારંવાર ભાષણમાં ગોટો કરવાની તેમની આદતના કારણે લોકો તેમને પપ્પુ સમજી બેસે છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીનો જુવાળ અત્યારે દેશભરમાં ફેલાયેલો છે જેથી તેમની જીત થવાની હોવાનું લોકો માની રહ્યા છે. થોડા જ સમયમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. રેલીઓ થશે, વાયદાઓ થશે, ભાષણ બાજી થશે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થશે, જીત થશે હાર થશે, સત્તા આવશે અથવા તો સત્તા જશે. પણ આ બધા વચ્ચે કેન્દ્ર સ્થાને કોઇ છે તો એ છે મહાગઠબંધન.
ક્રિકેટ વર્લ્ડકપ
૨૦૧૯નો ત્રીજા મહાકુંભ એટલે ક્રિકેટ વિશ્વકપ. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ જીત માટે મેદાનમાં ઉતરશે. વિશ્વભરમાં અત્યારે ભારત જેવી કોઇ બીજી ક્રિકેટ ટીમ નથી એટલે જીત ભારતના પક્ષમાં લાગી રહી છે. છેલ્લા કેટલાય સમયથી વિરાટ કોહલીની કપ્તાની અને તેની અભૂતપૂર્વ બેટીંગના કારણે ભારતીય ટીમ વિશ્વકપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. સાથે જ નવા બોલર્સ અને રોહિત શર્માનું ફોર્મ પણ અત્યારે હાઇલાઇટમાં છે. જે ગમે ત્યારે બેવડી સદી ફટકારી દેવાની ફિરાકમાં છે.
ભારત ૫ જૂને પોતાના અભિયાનનો આરંભ કરશે. તેની પહેલી ટક્કર સાઉથ આફ્રિકા ટીમ સામે છે. ત્યારે ૨૦૧૧ના વર્લ્ડકપની જીતને ૨૦૧૯માં રિપીટ કરી ધોનીને કોહલી ફેરવેલ આપી શકે છે કે નહીં તે જાવાનું રહેશે કારણ કે ધોનીનો આ છેલ્લો વિશ્વકપ છે અને તે આ વર્ષે રિટાયર્ટમેન્ટ લઇ લે તો નવાઇ નહીં. જે આ વર્ષે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સૌથી દુખદ ઘટના બની રહેવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




