મુંબઈ,તા.૨૫
મોખરાના ફિલ્મ સર્જક સુજોય ઘોષે કહ્યું હતું કે લેખક તરીકે મને સૌથી મોટો લાભ એ છે કે હું પોતે પાત્રોને જીવી જાઉં છું. પરદા પર એ પાત્રને ભલે કોઇ અભિનેતા રજૂ કરે, મૂળ તો લેખક પોતે પાત્રમય બની જતો હોય છે.
પોતાની લેટેસ્ટ ફિલ્મ બદલા વિશે બોલતાં એણે કહ્યું કે આ ફિલ્મ મૂળ સ્પેનિશ હિટ ફિલ્મની રિમેક છે. સ્પેનિશ ફિલ્મનું ભારતીયકરણ કરતી વખતે મારે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડી હતી. માત્ર સંનિવેશ બદલવાથી કે પાત્રોનાં નામ બદલવાથી રિમેક બનતી નથી. તમારે મૂળ કથાના હાર્દને સમજીને એમાં રહેલી સંવેદનાઓ રિમેકમાં ઝડપી લેવી પડે તો જ ફિલ્મ પ્રતીતિજનક બને. મેં મૂળ સ્પેનિશ ફિલ્મ કોન્ટ્રાટીયેમ્પો (અંગ્રેજીમાં ધી ઇન્વિઝિબલ ગેસ્ટ અદ્રશ્ય અતિથિ) જાઇ હતી અને એની મૂળ સ્ક્રીપ્ટ તથા એનાં રૂપાંતરો પણ વાંચ્યાં હતાં. એના હાર્દને સમજી લીધા પછી મેં સ્ક્રીપ્ટનું ભારતીયકરણ કરવા માંડયું હતું. આ કામ કોઇ પણ સર્જક માટે અત્યંત પડકારજનક બની રહે એવું ગણાય.
સુજાયે આ ફિલ્મ ગ્લાસ્ગોમાં ઊતારવાનું પસંદ કર્યું. એણે કહ્યું કે વિદેશોમાં નોકર ચાકર મળે નહીં. તમારે કપડાં ધોવાથી માંડીને વાસણ માંજવા સુધીના દરેક કાર્યને જાતે કરવું પડે. મને વિદેશમાં સારું એકાંત સાંપડયું હતું એટલે સ્ક્રીપ્ટને મઠારી શક્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




