ડમ્પરની અડફેટે એકનું યુવકનું મોત નીપજ્યુ

0
11

ધંધુકા,તા.૩૦
રાણપુર ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. અકસ્માત સર્જાયાના ૨ કલાક સુધી પોલીસે સ્થળ પર પહોંચવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે સ્થાનિકોમાં આક્રોસ જાવા મળ્યો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
રાણપુર-ધંધુકા વચ્ચે ડમ્પરની અડફેટે એકનું યુવકનું મોત નીપજ્યુ છે. અકસ્માતના બે કલાક થવા છતાં પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ન હતી. જેથી સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો પરંતુ અકસ્માત સ્થળેથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇની ગાડી ત્યાંથી નીકળી હતી. અને સ્થાનિકોને જાઇ તેમને પોતાની ગાડી થોભાવી દીધી હતી. અને સમગ્ર ઘટના જાયા બાદ તેમણે કંટ્રોલ રૂમ અને પોલીસમાં ફોન કર્યો હતો અને પોલીસની બેદરકારી જોઇ તેમનો ઉધડો પણ લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, કુંવરજી બાવળીયા પોતાના ગરમ સ્વભાવ માટે પ્રખ્યાત છે અને જો કોઇ વ્યકિત કે અધિકારી પોતાના કામમાં બેદરકારી દાખવે તો તેઓ તેમને તતડાવવામાં પણ પાછળ જાતા નથી. આમ જનતા વચ્ચે પહોંચેલા કુંવરજી બાવળીયાએ પોલીસને જાહેરમાં તતડાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY