મુંબઇ,તા.૫
સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર પત્રોમાં ચાલી રહેલી ખબરોને ટાંકીને ભારતીય રિઝર્વ બેંકે ખુલાસો કર્યો છે કે, વર્ષ ૨૦૧૪ કે ત્યારબાદ દેશની બહાર બિલકુલ સોનું મોકલવામાં નથી આવ્યું. કેન્દ્રીય બેંક દ્વારા ૨૦૧૪માં કેટલુક સોનું વિદેશમાં મોકલવાની ચર્ચા બાદ આરબીઆઈએ આ નિવેદન આપ્યું છે.
નિવેદન અનુસાર વિશ્વભરમાં કેન્દ્રીય બેંક તેનું સોનુ સુરક્ષિત રાખવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિત અન્ય દેશોની કેન્દ્રીય બેંકોમાં રાખે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં જે રિપોર્ટ આવ્યા છે, તે તથ્યાત્મક રીતે સંપૂર્ણ ખોટા છે.
કેન્દ્રની મોદી સરકારે આરબીઆઇ એટલે કે રિઝર્વ બેંક ઈન્ડિયાનું ૨૦૦ ટન સોનું સ્વીઝરલેન્ડમાં ગિરવે મુકાયો હોવાની ચર્ચા શરૂ થઇ છે. કોંગ્રેસના સત્તાવાર ટિવટર એક રિપોર્ટ ટિવટ કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે મોદી સરકારે છુપીરીતે આરબીઆઇનું ૨૦૦ ટન સોનુ ૨૦૧૪માં જ સ્વિત્ઝરલેન્ડમાં મોકલી આપ્યું હતું
આ પહેલા મીડિયામાં વહેતા અહેવાલને લઇને ચર્ચાએ જાર પકડ્યું હતું કે આ સોનાના બદલામાં સરકારે શું મેળવ્યું, શા માટે આ પ્રકારના ટ્રાન્ઝેક્શનની માહિતી પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવતી નથી એવો પ્રશ્નો પૂછ્યો છે.
કોંગ્રેસની આવી આશંકાને પગલે સોશિયલ મીડિયા પર લોકો એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે જેમાં કેટલાક લોકો એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે મોદી સરકારે આરબીઆઇના ૨૦૦ ટન સોનાનો જથ્થો વિદેશમાં ગીરવે મુકિયો છે પરંતુ સરકારે આ માહિતીથી છુપાવી રાખી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




