ધ્રાંગધ્રામાં વિચરતી વિમુકત જાતિ માટે સરકાર દ્વારા ૨૦૮ પ્લોટ ફાળવાયા.

0
143

સરકાર દ્વારા વિવિધ યોજના કાર્યરત છે જેનો લાભ છેવાડાના માણસને જરૂરિયાત છે તેને મળે તે હેતુથી સરકાર કામ કરે છે. ધ્રાંગધ્રા શહેર કદાચ એક માત્ર એવું શહેર છે જ્યાં વિચરતી જાતિ એટલે કે વાદી લોકો વસવાટ કરે છે શહેર થી દુર આ વાદી સમાજના લોકોનો પહેલા મુખ્ય ધંધો મનોરંજનનો હતો. જેમાં આ સમાજના લોકો દ્વારા શેરી-ગલિયોમાં સાપ, વિંછી જેવા ઝેરી જાનવરો જે વન વગડામાં રહેતા હોય તથા લોકોની નજરમાં ખુબ જ ઓછા આવતા હોય તેવા અનેક જીવજંતુઓનો ખેલ દર્શાવી લોકોને મનોરંજન કરાવતા હતા. પરંતુ પ્રાણી અધિનિયમન ના કાયદા બાદ વાદી સમાજના લોકોની રોજી છીનવાઇ ગઇ હતી જેથી હવે તેઓ લોકો પાસે માંગણના રૂપમાં જઇ પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. તેવામાં ગુજરાત રાજ્યના અતિ પછાત વર્ગમાં અને વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થતા વાદી, કાંગશીયા, દેવીપુજક, વણઝારા સહિતના પાંચ વર્ગના લોકોને ધ્રાંગધ્રા શહેર ની બહાર પ્લોટ ફાળવણી કરી પોતાનો આશરો કરી શકે તે માટે સુવિધા પુરી પડાઇ છે. જેમાં છેલ્લા પાંચેક વર્ષથી સરકાર પાસે રજુઆત કરતા આ વિચરતી જાતિના લોકો અતિ પછાત વર્ગમાં આવે છે સાથે આ વર્ગના લોકો હજુપણ શિક્ષણ ક્ષેત્રે પાછળ હોવાનું પણ માનવામાં આવે છે જેથી દરરોજનું કરી રોજનું ગુજરાન ચલાવતા આવા વર્ગોના લોકો માટે ધ્રાંગધ્રા શહેરના બાલા હનુમાન મંદિર પાસે ખરાબાની જગ્યાએ સરકાર દ્વારા આવા લોકોના રહેણાંક માટે ફાળવી દેવાઇ છે. કુલ ૨૨ વિઘા જેટલી જમીનમાં ૨૦૮ પ્લોટની જગ્યા આપવામાં આવી છે. હાલ સુરેંદ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા જમીન ફાળવેલ હોય તેનો ઓર્ડર આપી આગામી સમયમાં પાણી તથા લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પુરી પડી રહે તે માટેનો આદેશ ધ્રાંગધ્રા નગરપાલિકાને લેખિતમાં કરી દેવાયો છે ૨૦૮ પ્લોટની ફાળવણી બાદ અતિ પછાત વર્ગના લોકોને સરકાર દ્વારા જમીનની ફાળવણીથી આનંદ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લોકો ને પ્લોટ આપ્યા બાદ તેમને મકાન બનાવા માટે ડો.આંબેડકર યોજના અથવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તેમને સત્તર હજાર થી લઈને દોઢ લાખ સુધી ની રકમ પણ આપવામાં આવશે.

 

દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી. ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY