કેળાનો ભાવ અગાઉના વર્ષમા ૩૦૦ થી ૩૫૦ સુધી નો ભાવ ખેડુતોને મળતો હતો પણ ચાલુ કેળાની સીઝનમા ભાવ ગગડીને ૧૪૦ થી ૧૫૦નો થતા ખેડુતોની હાલત કફોડી બની – યોગ્ય ભાવ મળે એવી ખેડુત જગતની માગણી
રાજપીપળા:
કેળાની ખેતી કરતા ખેડૂતોને આ વષૅની ચાલુ કેળાની સીઝનમા કેળાનો ભાવ ધટી ૧૪૦ થી ૧૫૦ સુધીનો ભાવ રહેતા ખેડુતોને ઓછા ભાવે કેળાનુ કટીગ કપાવુ પડી રહીયુ છે જો સારો ભાવ મેળવવા માટે સમયસર કેળા નહી કપાવીએ તો અમારો તૈયાર થઈ ગયેલો પાક નિષફળ જાય તેમ છે અગાઉના વરસમા કેળાનો ભાવ ૩૦૦થી ૩૫૦ સુધીનો કેળાનો ભાવ ખેડુતોને મળી રહેતો હતો પરંતુ આ આ વરસની ચાલુ સીઝનમા કેળાનો ભાવ એક દમ ગગડી જતા કેળાની ખેતી કરતા ખેડુતોની હાલત કફોડી બની છે ખેડુતો ને યોગ્ય ભાવ ન મળતા ખેડુત આલમમા નિરાશા જોવા મળી રહી છે.

નમૅદા જિલ્લામા સિચાઈની સુવિધા યુકતવાળા વિસ્તારના ખેડુતો મોટા ભાગે કેળા તેમજ શેરડીની ખેતી કરે છે જયારે અહીનો અન્ય વિસ્તાર પહાડી ડુગરાળ હોવાથી સિચાઈ સુવિધાથી વંચીત એવા વિસ્તારો વરસાદ આધારીત ખેતી પર નિભૅય રહે છે ત્યારે અહી કેળાની ખેતી કરતા ખેડુતોને અગાઉના વરસ કરતા ઓછો ભાવ મળતા ખેડુતોમા પાકના ભાવ બાબતે કચવાટ સરવાય રહીયો છે કેળાની ખેતી કરતા ખેડુતોને અગાઉના વરસ કરતા આ વરસની ચાલુ સીઝનમા કેળાનો ભાવ ધટી ૧૪૦ થી૧૫૦ સુધીનો ભાવ ગગડતા ખેડુત આલમમા નિરાશા જોવા મળી રહી છે કારણ કે કેળાની ખેતી કરતા ખેડુતો સતત એક વરસની મહેનત સાથે કેળાની માવજ કરી કેળાનો પાક મેળવે છે કેળાની ખેતી કરતા ખેડુતો એક વરસના લાબા સમય ગાળા પછી જ કેળાનો મબલખ પાક ઉતારતા હોય છે ત્યારે આ વરસમા ખેડુતોને કેળાની ખેતીની માવજત સહીતના મજુરીના રૂપીયા બાબતે ખેડુતોમા ભારે કચવાટ સાથે નિરાશા જોવા મળી રહી છે
કેળા નો ભાવ તદ્દન નીચે જતા ખેડૂતો ની હાલત કફોડી થઈ છે : સંદીપ પટેલ (ખેડૂત )
આ અંગે વાવડીના ખેડુત સંદીપભાઈ પટેલે જણાવ્યુ હતુ કે દર વર્ષ ના ભાવ કરતા આ વર્ષે કેળાના ભાવમા ધણો ઘટાડો થયો છે જેના કારણે કેળા પકવતા ખેડુતો ને પાયમાલ થવુ પડે એવી હાલત થઈ છે ત્યારે ખેડુત ને ભાવ વધુ મળે તો ખર્ચ પણ કાઢી શકે નહિ તો પાયમાલ થશે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
(રિપોર્ટર,વિપુલ ડાંગી,રાજપીપળા)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




