છેવાડાના નાગરિકોને અત્યાપધુનિક માળખાગત સુવિધા મળી રહે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી -પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર
સુરેન્દ્રતનગર જિલ્લા્માં ૭૨માં સ્વારતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લાદમાં અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કાર્યક્રમોની હારમાળા યોજાઇ રહી છે. જેના અંતિમ ચરણમાં રાજયના કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે સુરેન્દ્ર નગર જિલ્લાતમાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો યોજાયા હતાં.
સુરેન્દ્રમનગર ખાતે રૂ.૨૯.૩૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પંચાયતના નવા મકાનનું ખાતમુહુર્ત પ્રસંગે રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે છેવાડાના નાગરિકોને અત્યામધુનિક માળખાગત સુવિધા મળી રહે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે રાજય સરકારે સમગ્ર રાજયમાં પંચાયતોના આધુનિક સુવિધાથી સજ્જ મકાનોનું નિર્માણ કરવાની કામગીરી કરી રહી છે.


જિલ્લા ના લખતર ખાતે ૨૮૧.૭૬ લાખના ખર્ચે નિર્માણ પામેલ તાલુકા પંચાયતના નવા ભવનના લોકાર્પણ પ્રસંગે મંત્રી પરમારે રાજય સરકાર નાગરિકોના આરોગ્યે, રોડ, રસ્તાખ, શિક્ષણની ચિંતા કરતી હોવાનું જણાવી લોકોના આરોગ્યા સુખાકારી માટે ૧૦૮ જેવી સેવા ઉપલબ્ધર કરાવી છે જેનો આરોગ્યહ ક્ષેત્રે લાખો લોકોએ લાભ ઉઠાવે છે. રાજયમાં આગવી દ્રષ્ટ્રી્ સાથે સર્વાંગી વિકાસ માટેનું કાર્ય હાથ ધર્યું છે. રાજયના આર્થિક વિકાસ સાથે સામાજિક- સમતોલ વિકાસ થાય તે માટે રાજય રાજય સરકાર કટીબધ્ધે છે. તેમણે વધુમાં સ્વાસતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી સુરેન્દ્ર નગર ખાતે કરવામાં આવનાર હોઇ જેના થકી જિલ્લાસના વિકાસની ગતિને વેગ મળશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
મંત્રી પરમારે લખતર તાલુકાના ડેરવાળા ખાતે ૧૨.૩૭ લાખના ખર્ચે બનાવવામાં આવેલ બલ્કી મિલ્કત સેન્ટ રના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે દુધ ઉત્પાનદક મંડળીઓ અને દુધઉત્પાકદકો પગભર થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્ન શીલ છે. તેમણે વધુમાં જણાવ્યુંક હતું કે નર્મદાના નીરનો મહત્તમ લાભ સુરેન્દ્રાનગર જિલ્લાસને મળ્યો છે જેના લીધે જિલ્લાણના પશુપાલકો સમૃધ્ધર થયા છે અને તેમનો સમૃધ્ધિસમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય નૌસાદભાઇ સોલંકી, જિલ્લાં પંચાયત પ્રમુખ કલ્પાનાબેન ધોરીયા, શ્રી દિલીપભાઇ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય પુનમભાઇ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં.
મંત્રી જયદ્થસિંહજીના હસ્તેમ લખતર તાલુકા પંચાગતના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અધિક વિકાસ કમિશ્નર હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઇ ભરવાડ, ડેરીના ચેરમેન ગુરદિત સિંગ, અગ્રણી સર્વશ્રી જગદીશભાઇ મકવાણા, કાંતિભાઇ ટમાલીયા, મનહરસિંહ રાણા, દેવપાલસિંહ રાણા, મનુભાઇ પટેલ, પી.કે. સીંધવ, જેંતીભાઇ પટેલ, ખેંગારભાઇ ડોડીયા, રામતીબેન નેત્રા, ભોપાભાઇ ગગજીભાઇ, અજીતસિંહ રાણા, વિપુલસિંહ રાણા, કમલેશ હાડી, સ્મિીતાબેન રાવલ, જિલ્લાઇ પંચાયત- તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનઓ, સદસ્યબઓ, પદાધિકારીઓ- કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યાુમાં નગરજનો- ગ્રામજનો ઉપસ્થિેત રહયા હતાં.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રાનગર
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






