વનસ્પતિ જન્ય ગાંજાના સાથે એક મહિલાની અટકાયત કરતી એસ.ઓ.જી પોલીસ.વનસ્પતિ જન્ય ગાંજાના સાથે એક મહિલાની અટકાયત કરતી એસ.ઓ.જી પોલીસ.

0
250

ભરૂચ એસ.ઓ.જી દ્રારા ભરૂચના
મકતમપુર વિસ્તારમાંથી ૧ કિલો ઉપરાંતના ગાંજા સાથે એક મહિલાની ધરપકડ કરાઈ હતી.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી દરમ્યાન એસ.ઓ.જી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ઈશ્વરને બાતમી મળી હતી કે ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ સૈયડવાદ માં રહેતી સલીમબાનુ W/O અલ્તાફહુસેન ગુલામરસુલ શેખ તેના પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.

જે બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પટેલ તથા પી.એસ.આઈ કે.એમ.ચૌધરી સહિત પોલીસ સ્ટાફના માણસોની ટીમ સાથે તેણીના ઘરે રેઇડ કરતા તેણીના ઘરમાં પ્લાસ્ટિકની થેલીમાંથી ૧ કિલો ૪૦૦ ગ્રામનો ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા ૯,૮૦૦/- તથા વેચાણના રોકડા રૂપિયા ૧૯૨૦/- મળી કુલ ૧૧,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સલીમબાનુ શેખની એન.ડી.પી.એસ એક્ટ કલમ ૮(સી) ૨૦(બી) મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તાપસ ભરૂચ સી ડિવિઝન પી.આઈ ચલાવી રહ્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY