ન્યુ દિલ્હી,તા.૮
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતો પર કહ્યું છે કે હવે જરૂરી બની ગયું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતને હવે જીએસટી હેઠળ આવરી લેવામાં આવે.
ઇંધણની વધી રહેલી કિંમતનું કારણ આંતરાષ્ટ્રીય છે. જેથી તેને જીએસટી હેઠળ લાવીને કિંમત ઉપર થોડુ નિયંત્રણ મેળવી શકાય છે. ધર્મેન્દ્ર પ્રદાને કહ્યું કે ફ્યૂલની કિંમતો આંતરરાષ્ટ્રીય અને આર્થિક પરિસ્થિતિના કારણે અચાનક વધી છે. આ અંગે કેન્દ્ર સરકાર જાગરૂક છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમત જીએસટીની બહાર હોવાથી દેશને આશરે ૧૫ હજાર કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
સરકાર તરફથી ઉઠાવાયેલા પગલા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે માત્ર એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરવાથી ઇંધની કિંમતોમાં વધુ ઘટાડો નહીં આવે અને સ્થિતિને સંભાળી શકાશે નહીં. તેમણે કહ્યું કે જા રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવામાં આવે તો લોકોને રાહત મળી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




