ધર્મેન્દ્ર-રેખાની જાડીએ ધૂમ મચાવી : ગીત રાફતા રાફતા રિલિઝ

0
36


મુંબઈ,તા.૨૫
દેઓલ ફેમલીની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ રિલીઝ પહેલા જ ચર્ચામાં છે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને તેમના બંને પુત્રો સની અને બોબી દેઓલે કામ કર્યું છે. ખાસ બાબત એ છે કે ફિલ્મમાં સલમાન ખાન, શત્રુઘ્ન સિન્હા, સોનાક્ષિ સિન્હા અને રેખાએ કેમીયો પણ કર્યું છે. દેઓલ ફેમલી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દિલ્હીમાં ફિલ્મનું ગીત ‘રાફતા રાફતા’ રીલિઝ કરવામાં આવ્યું છે.
ઇન્ટરનેટ પર રીલિઝ થયાની સાથે જ ગીત વાયરલ થઈ રહ્યું છે. કદાચ બાલિવુડ ફેનને એક જ ગીતમાં હિન્દી સિનેમાની અલગ અલગ પેઢીને જોવામાં ખૂબ મજા આવશે. જોકે માનવામાં આવતું રહ્યું છે કે ધરમ પાજી ડાન્સમાં નબળા છે. પરંતુ સલમાન સાથે ગીતમાં તેમના મૂવ્સ આકર્ષક છે. ધર્મેન્દ્ર, સલમાન સાથે ધણા દિવસો પછી રેખા પણ જોવા મળશે.
જોકે ગીતમાં બે પેઢીના સ્ટાર્સથી વધુ કંઈક છે નહીં. આ ગીત ખરેખર, ધર્મેન્દ્રની એક જૂની ફિલ્મ ‘કહાની કિસ્મત કી’નું છે. યમલા પગલા દીવાને ફરીથી ઘણા બધા લોકપ્રિય ગીતોને મિક્સ કરીને બનાવવામાં આવ્યા છે. રેખા ખૂબ લાંબા સમય પછી ફિલ્મી પડદા પર નજર આવશે. હવે ધર્મેન્દ્ર અને રેખાને સાથે જોવાની મજા છે. યુટ્યુબ પર સેરેગામાએ તેને રિલીઝ કર્યું છે. ગાના પાંચ મિનિટથી લાંબું છે. રિલીઝના થોડા જ કલાકની અંદર તે ૩ લાખથી વધારે વખત જોવાઈ ચુક્યૂ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY