રિટાયરમેન્ટ બાદ છત્તીસગઢમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવાની ધોનીની ઈચ્છા

0
86

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ગત મહિના દરમિયાન ટીમ ઈન્ડિયાની ટી ૨૦ ટીમથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો હતો.જેમ કે પહેલા જ સ્પષ્ટ થઇ ગયું છે કે ધોની ૨૦૧૯ વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. એવામાં એના પ્રશંસકોને એવો પ્રશ્ન છે કે રિટાયરમેન્ટ બાદ ધોની શું કરશે? જા કે ધોનીએ પણ આ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે અને એ ઘણા બધા કામો પણ કરી રહ્યો છે.
તાજેતરમાં જ ધોનીએ છત્તીસગઢના ખેલાડીઓ માટે પ્રદેશમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એના માટે ધોનીએ ખેલ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરના શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી શરૂ કરવાને લઇને વાત ચાલી રહી છે. ખેલ વિભાગે એમઓયૂ પર પોતાની ટિપ્પણી આપ્યા બાદ હવે રાજ્ય શાસનને પ્રસ્તાવ મોકલ્યો છે.
એની પર નિયમો પ્રમાણે કાર્યવાહી કર્યા બાદ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકાર એની પર છેલ્લો નિર્ણય લેશે. મળતી માહિતી અનુસાર છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ સંઘ રાજ્ય સરકાર પાસેથી ૯૦ વર્ષ માટે ભાડેથી લેવા જઇ રહી છે. જા સ્ટેડિયમ સીએસસીએસને મળે છે તો ધોનીની એકેડમી ખુલે એ શકીય નથી. છત્તીસગઢ ખેલ અને યુવા કલ્યાણ વિભાગે પણ ગ્રાઉન્ડને ભાડે આપવાની લગભગ તૈયારી કરી લીધી છે. ત્યારબાદ સીએસસીએસ અને બીસીસીઆઇને અધીન ગ્રાઉન્ડ હશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મેચ થવાની પણ શકીયતા વધી જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY