ગૌચર જમીન મામલે લલિત વસોયાએ સરકાર સામે બાંયો ચડાવી

0
13

ધોરાજી,તા.૨૭
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગૌચર જમીન મામલે સરકાર પર આકરા પ્રહારો કરતી એક પોસ્ટ ફેસબૂક પર અપલોડ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રજાના પ્રશ્નોને લઈને હમેશા સરકાર સામે આંદોલનો કરતાં હોય છે. ભાદર-૨ ડેમમાં કેમિકલ વાળું પાણી હોવાના કારણે તેમણે જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ લલિત વસૌયાના કોંગ્રેસના ધારાસભ્યોએ અને PAAS ના કન્વીનર હાર્દિક પટેલની સાથે જનતાનું સમર્થન મળતા જેતપુરની કેટલીક મિલોને સરકાર દ્વારા બંધ કરવવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતના ગામડાઓમાં ગૌચર જમીન પર ભૂ-માફિયાઓએ કરેલા દબાણને હટાવવાના પ્રયાસો ધારાસભ્ય લલિત વસોયા દ્વારા કરવામાં આવ્યા છે. ધારાસભ્ય લલિત વસોયાએ ગૌચર જમીન મામલે ફેસબૂક પર અપલોડ કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘ગાયોના નામે મત… પણ પછી? ગાયની ગોચર જમીન ગાયબ… આખલા જેવા ઉદ્યોગપતિ મિત્રો… ને કેસરી ચારો નાખતા ભા. જ. પી. શાસકો હવે બસ… કરો…’
હું મારા વિસ્તારની વાત કરું તો મારા વિસ્તારની અંદર મે બે વાર લેખિત રજૂઆતો કરી છે કે, દરેક ગામોની અંદર ભૂ-માફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની અંદર સરકારને સવાલો પુછવામાં આવે તો સરકાર દ્વારા જવાબ આપવામાં આવે છે કે, ગૌચરની જમીન પર દબાણ થયું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY