સુરતના નિવૃત્ત શિક્ષિકાના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન-રોશની મળી

0
92

અનાવિલ સમાજના બ્રેઇનડેડ નિવૃત્ત શિક્ષિકાના અંગો અને ચક્ષુઓના દાનથી પાંચ વ્યક્તિનને નવજીવન અને રોશની મળી છે. સુરતના રાંદેરરોડ ઋષભ ચાર રસ્તા પાસે શંખેશ્વર કોમ્પ્લેક્સમાં રહેતા જીવનભારતી સ્કૂલના પ્રાથમિક વિભાગના અંગ્રેજી વિષયના નિવૃત્ત શિક્ષિકા રેખાબેન મહાદેવભાઇ દેસાઇ (ઉ.વ.૬૭) તા.૧૦મીએ સવારે ઉલ્ટી થયા બાદ બેભાન ગયા હતા. તેમને અઠવાગેટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તા.૧૨મીએ બ્રેઇન હેમરેજથી તેમના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થવા સાથે બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. આ અંગે ડોનેટ લાઇફ સંસ્થાને જાણ થતા તેમના પરિવારને અંગદાન અંગે સમજાવતા તેમના અંગો અને ચક્ષુઓનું દાન કરાયું હતું. તેમનો પુત્ર કંદર્ભ અને પુત્રવધુ સ્નેહા અમેરિકામાં સોફ્ટવેર એન્જિનિયર છે. રેખાબેનના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ટ્રસ્ટે સ્વીકાર્યું હતું. એક કિડની પંજાબ પટીયાલાના મદનગોપાલ જગન્નાથ ગર્ગ (ઉ.વ.૬૪) અને બીજી કિડની વલસાડના ગુલામ બશીર મોહમ્મદ શેખ (ઉ.વ.૬૩)ને ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે. જ્યારે લિવર વડોદરાના જીજ્ઞોશ દિલીપભાઇ શાહ (ઉ.વ.૪૨)ને ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. સુરતમાં ચક્ષુ, હ્યદય અને અંગોના દાનથી અત્યારસુધી ૫૬૭ વ્યક્તિને નવજીવન અને રોશની મળી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY