ધ્રાંગધ્રા,તા.૧૯
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી અવાર-નવાર દારુની હેરફેર કરતા ટ્રકો પકડાય છે. ત્યારે હાલમા જ લોકસભાની ચુટણી સમગ્ર દેશમા હોવાથી અન્ય રાજ્યોમાથી દારુ ગુજરાતમા ઘુસાડવો બુટલેગરો માટે થોડુ કઠીન બન્યુ હતું. જ્યારે દેશના તમામ રાજ્યોમા ચુટણી પડઘમ શાંત પડતા જ ગાંધીના ગુજરાતમાં ફરીથી દારુ ઘુસાડવાનુ નેટવર્ક શરૂ કરી દેવાયુ છે.
જેમાં ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા જીવા ગામની સીમમા જીલ્લા એલ.સી.બીના પીઆઇ ડી. એમ. ઢોલને મળેલી બાતમીના આધારે અન્ય પોલીસ સ્ટાફ સંજય પાઠક, કુલદીપસિંહ ઝાલા, હિતેશભાઇ જાગરાણા સહિતનાઓ ઘટના સ્થળે પહોચતા નાશભાગ મચી જવા પામી હતી. જેમાં ત્રણ શખ્સો પોલીસ હાથે ચઢી ગયા હતા. આ ત્રણેય શખ્સોને પકડી પાડી ટ્રકમાંથી ઉતારેલા વિદેશીદારુની પેટીઓ પણ પોલીસે ઝડપી લીધી હતી. ટ્રકમાં પાછળની સાઇડ દારુની પેટીઓ મુકવા માટેની એક અન્ય વ્યવસ્થા કરવામા આવી હતી. જેના લીધે હાઇવે પર જા ટ્રકને પોલીસ દ્વારા ચેક કરવામાં આવે તો તેઓને માત્ર માલ-સામાન જ નજરે પડે.
નવીન મોડસ ઓપરેન્ડી વડે દારુ ઘુસાડવામાં આવે છે બુટલેગરો પોલીસના નાક નીચેથી દારુ ભરેલી ટ્રકને પોતાના માલિક સુધી પહોંચાડી દે છે. જીવા ગામ તરફથી ઢવાણા ગામ તરફ જવાના રસ્તે સતીમાના પાળીયાવાળી તલાવડી નજીક ટ્રકમાંથી દારુનું કટીંગ થતું હતું.
આ દારુનું કટીંગ મોડી રાતથી ચાલુ હોય જેથી મોટાભાગનો દારુ સગેવગે કરી દેવાયો હતો. જ્યારે એલ.સી.બી સ્ટાફના હાથે ૧૫૦ વિદેશીદારુની પેટીઓ લાગી હતી. એલ.સી.બી એક સ્થાનિક સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



