પોલીસના જાપ્તામાંથી ચોરીનો આરોપી શૌચાલય જવાના બહાને ફરાર

0
8

વાવ,તા.૧૯
ગામમાં દોઢ વર્ષ અગાઉ એક સોનીની દુકાનમાંથી ધોળાદિવસે કાઉન્ટર માંથી બે સોનાની ચેઇન લઈ ફરાર થઈ ગયો હતો જે બે વર્ષે વાવમાં આવતાં દુકાન માલિકે જાઈ જતાં ગામલોકોની મદદથી પકડી પાડી શનિવારે વાવ પોલીસને સોંપ્યો હતો જે રવિવારે સવારે પોલીસને ચસ્કો દઈ ફરાર થઈ જતાં વાવ પોલીસ દોડતી થઈ હતીને બાવળો ખેતરો સહિત ખુંદી રહી હતી
વાવના ભાચલી ગામનો ભરતભાઇ શ્રીરામભાઈ બ્રાહ્મણ દોઢ વર્ષ પહેલાં વાવમાં અરવિદભાઈ સોનીની દુકાને સોનાની ચેઇન લેવા ગ્રાહક બની આવેલો ચેઇન જોઈ તેનો ભાઈ પૈસા લઈ આવે છે તેમ કહેતા દુકાન માલીક અરવિદભાઈ સોની ચા કહેવા જતાં દુકાનના કાઉન્ટર માંથી ભરતભાઇ એ ચેઇન લઈ ફરાર થઈ ગયો હતો. જેને લઈ દુકાન માલીક અરવિદભાઈ સોનીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે શનિવારે વાવમાં આવતા દુકાન માલિકે ગામ લોકોની મદદથી પકડી પાડી વાવ પોલીસને સોંપ્યો હતો. જે રવિવારે સવારે બાથરૂમ જવાનું કહેતા પોલીસે શૌચાલયમાં મુકિયો હતો. જ્યાંથી પોલીસને ચસ્કો આપી પોલીસ મથકના ધાબા ઉપર ચડી ફરાર થઈ જતા વાવ પોલીસમાં દોડધામ મચી હતી. પોલીસ ચારે બાજુ શોધખોળ આદરી હતી. જોકે આરોપી મળી આવ્યો ન હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY