ધ્રાંગધ્રા,તા.૨૦
તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાની એક સ્થાનિક સાથેની વાતચીતની ઓડિયો કિલપ વાયરલ થઈ છે. આ ઓડિયોમાં ફોન કરનાર પોતાની ઓળખ મુકેશ તરીકે આપે છે. બંને વચ્ચેની વાતચીત દરમિયાન મતદાર ધારાસભ્યને પોતે ભાજપમાં શા માટે જાડાયે તેનો જવાબ માંગી રહ્યો છે. સામા પક્ષે ધારાસભ્ય તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે તેઓ વિકાસના કામ કરવા માટે ભાજપમાં જોડાયા છે. વાતચીત દરમિયાન મતદાર એવું કહી રહ્યો છે કે ધારાસભ્યએ ધ્રાંગધ્રાની પ્રજાને મુરખ બનાવી છે. સાથે જ ફોન કરનાર વ્યકિત ધારાસભ્યને કોંગ્રેસમાં જ રહેવાની વિનંતી કરી રહ્યો છે. વાતચીત દરમિયાન ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે તેઓ આ જ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે.
ઓડિયો કિલપમાં થયેલ વાતચીત અનુસાર સ્થાનિકે પૂછ્યું, “મેં એવું સાંભળ્યું છે કે તમે ભાજપમાં જાવ છે. અમે તમને મત આપ્યો હતો. હવે અમારે શું કરવાનું?”
પરસોતમ સાબરિયાએ જવાબ આપતા કહ્યું કે મને ટિકિટ મળી છે. હું જ ફરીથી ચૂંટણી લડવાનો છું. કોંગ્રેસમાં કામ નથી થતા.
સ્થાનિકે પૂછતાં ‘તમે ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં આવો છો?’ સાબરિયાએ જણાવ્યું કે ‘હું ભાજપમાંથી ટિકિટ લાવું છું.’
પરસોતમ સાબરિયાએ વધુમાં જણાવ્યું કે હું ફક્ત વિકાસના કામ કરવા માટે ભાજપમાં જોડાયો છું. મેં કોઈ સોદો નથી કર્યો. પૈસા લઈને હું ભાજપમાં નથી ગયો.
સ્થાનિકે કહ્યું તમે લોકોને ઉલ્લુ બનાવ્યા છે. હવે તમે મત માંગવા આવશો ત્યારે લોકો તમારું સ્વાગત કરશે? તમે કામ કરવા માટે ગયા હોવ તો ગાંધીનગરમાં બધા ધારાસભ્યોના પગાર બંધ કરાવી દો. કારણ કે સેવકને પગાર ન હોય. આવું કરશો તો હું આખી જિંદગી તમારી ગુલામી કરીશ. સાબરિયાએ આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘હું મારું કહી શકું. બીજાનું ન કહી શકું.’ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



