ધ્રાગંધ્રા,તા.૨૮
થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર સબ જેલમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તો હવે ધ્રાંગધ્રા સબ જેલમાંથી પણ ચેકિંગ દરમિયાન ૩ મોબાઈલ, ૧ ચાર્જર અને સિમકાર્ડ મળી આવતા જેલતંત્રનું વધુ એક પોલંપોલ બહાર આવ્યું છે. આ મામલે સુરેન્દ્રનગર સબજેલ ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેટ બી.બી.ઝાલાની તપાસ થઈ રહી છે. જેલમાંથી બિનવારસી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધ્રાંગધ્રા જેલમાંથી ૪ દિવસમાં ૫ મોબાઈલ, ૪ ચાર્જર અને ૧ સિમકાર્ડ મળી આવ્યું છે. તો સુરેન્દ્રનગર સબ જેલમાંથી ૭ મોબાઈલ અને ૮ ચાર્જર મળી આવ્યા હતા. બંને જેલમાંથી કુલ ૧૨ મોબાઈલ, ૧૨ ચાર્જર અને ૧ સિમકાર્ડ મળી આવ્યા છે. ડીજી વિજિલ્સ સ્કવાડને ચેકિંગ દરમિયાન કંઇજ હાથ લાગ્યુ નહોતુ. સ્થાનિક પોલીસે ૪ દિવસમાં ૭ મોબાઈલ અને ૮ ચાર્જર ઝડપી પાડ્યા હતા. ડીજી સ્કવાડે તમામ બેરેક, શૌચાલયો સહિત ખુણેખુણાનું ચેકિંગ કર્યું હતુ. જેલમાંથી હજુ પણ અનેક મોબાઈલ મળી આવવાની શક્યતા રહેલી છે.
બીજી તરફ ૪ દિવસ બાદ પણ જવાબદાર અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાગળ પર તપાસનાં આદેશ અપાયા બાદ પણ મોબાઈલ પકડાવવાનો સિલસિલો ચાલુ છે. તો આરોપીઓને જેલમાં જલસા મળતા હોવાથી ફરિયાદીઓમાં દુઃખની લાગણી અને નારાજગી જાવા મળી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






