વિદેશોમાં ફંસાયેલા ૨ લાખ અપ્રવાસીઓને ભારત પરત લવાયાઃ સુષ્મા

0
2

ન્યુ દિલ્હી,તા.૨૮
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે જણાવ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષમાં વિદેશોમાં ફસાયેલા લગભગ બે લાખ અપ્રવાસીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. સ્વરાજના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદી સરકારે પોતાની વિદેશી નીતિઓમાં રાષ્ટ્રના હિતોને પ્રાથમિકતા આપી છે અને ભારતે અન્ય દેશો સાથે સારા સંબંધો જાળવી રાખ્યા જ્યારે કેટલાક દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હતા.
સ્વરાજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની મહિલા શાખા રાષ્ટ્રીય સેવિકા સમિતિથી સંબંધિત શ્રી શકિત પીઠ દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં તેઓ સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પહેલા ઘણા વિદેશ મંત્રીઓ હતા પણ શું વિદેશોમાં રહેતા પોતાના નાગરિકોની સુરક્ષા વિદેશ મંત્રાલયની કિયારેય પ્રાધાન્યતા રહી હતી?કિયારેય નહીં. મેં ‘પરદેસમાં આપકા દોસ્ત, ભારતીય દૂતાવાસ’ની પહેલ કરી.
વિદેશ મંત્રીએ જણાવ્યું કે જ્યારે કોઈ પોતાના દેશમાં જ મુશ્કેલીમાં પડે છે ત્યારે મદદ કરનાર લોકો હોય છે અને અન્ય ઘણા વિકલ્પો હોય છે. પરંતુ કોઇ કારણોથી વિદેશમાં ફસાઈ જનાર લોકોને બચાવનાર કોઈ નથી હોતું. જા આંકડાઓની વાત કરીએ તો અમે ૨,૦૩,૬૬૬ અપ્રવાસીઓને પરત લઇને આવ્યા છીએ જે વિદેશમાં મુશ્કેલીમાં હતા. સ્વરાજ અનુસાર ‘અસંતુલિત સંબંધમાં સંતુલન લાવવું” એ ભારતની કૂટનીતિનો ભાગ છે, જેને અમે રાષ્ટ્ર હિતનું મહત્વ ગણાવી આગળ વધાર્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY