ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે કચ્છી નવા વર્ષ નિમિતે ધુનાવાડા માતાજીએ ધાર્મિક કાર્યક્રમ ઉજવાયો

0
273

ભચાઉ તાલુકાના સામખિયાળી પાસે છાડવારા ગામની સીમમાં આવેલ ધુનાવાડા માતાજીએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં દરેક સમાજના લોકોને કાર્યક્રમમાં હાજર રહેવા તેમજ સમૂહ પ્રસાદ સાથે લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ તેમાં દરેક સમાજના લોકો અંદાજે પચ્ચીસો થી ત્રણ હજાર ધર્મ પ્રેમી ભાઈ-બહેનોએ ભાગ લઇ સાથે ભોજન પ્રસાદ લીધો હતો સવારના નવ વાગ્યાથી કરીને બપોરના એક વાગ્યા સુધી દાંડિયારાસમાં આજૂબાજૂના ગામની આહિર તથા રબારી સમાજની બહેનો તેમના ગામઠી પહેરવેશમાં આવી રાસ ગરબાની રમઝટ બોલાવી સૌને આકર્ષિત કર્યા હતા આ પ્રસંગના મુખ્ય યજમાનો સમૂહ પ્રસાદ ના દાતા ભીમાભાઇ ઉર્ફે ચનાભાઇ બાળા માજી સરપંચ સામખયાળી, દાંડીયારાસ ના દાતા નોઘાભાઈ કાથણભાઈ આહીર (છાડવાળા), મંડપ ના દાતા નાંયાભાઈ વસાભાઇ આહીર (છાડવાળા) વાળાઓ રહયાં હતા જેમાં પધારેલા મહેમાનો જંગી અખાડા મહંત પૂજ્ય વેલજી દાદા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ અગ્રણી અરજણભાઈ રબારી, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ નટુભા જાડેજા, ભચાઉ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેન્દ્ર દાન ગઢવી, માજી સરપંચ દયારામ મારાજ, પૂર્વ સરપંચ સામખીયાળી જગદીશ મારાજ, વરજાંગ ભુવા લલિયાણા, ચકુ ભુવા લલિયાણા, હમીર ભુવા ઘરાણા, તથા નારણ ભુવા વિગેરેના ઓનુ સંચાલકો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે વિવિધ અગ્રણીઓ જિલ્લા પંચાયત સદસ્ય નાગલબેન અમરાભાઇ બાળા, તાલુકા પંચાયત સદસ્ય હરિભાઈ હેઠવાડિયા, સામખયાળી સરપંચ સતીબેન લાખાભાઈ બાળા, જંગી સરપંચ રણછોડભાઈ કાનાભાઈ આહીર, ધીરુભાઈ ઠક્કર પ્રમુખ સામખયારી લોહાણા મહાજન, વેપારી અગ્રણી ધનસુખભાઇ ઠક્કર, ઘરાણા માજી સરપંચ ભચાભાઇ આહિર, મુસ્લિમ સમાજના પ્રમુખ અબદુલભાઇ રાઉમા, ભચાઉ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અમીનભાઇ રાઉમા વગેરે આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગી બન્યા હતા

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY