ભારતીય સંસ્કૃતિ તેમજ કોમી એખલાસનાં પ્રતિક સમાન ભગવાન જગન્નાથ ની 36 મી ભવ્યાતીભવ્ય રથયાત્રા વિરમગામ ના રાજમાર્ગો પરથી નીકળી..

0
255

અષાઢી બીજ ના દીવસે વિરમગામ શહેર ના રાજ માર્ગો પર ઐતીહાસીક રામમહોલ મંદીર થી દર વર્ષ ની જેમ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા અને મોટાભાઇ બલવીર ને રથ મા બીરાજમાન કરવામા આવ્યા હતા.રથ મા બીરાજમાન થઇ વિરમગામ ના રાજમાર્ગો પર સાધુ સંતો અને હરીભકતો સાથે જંગી માનવ મેદની સાથે ભકતો ને દર્શન આપવા સામેથી નીકળયા હતા.જય રણછોડ માખણચોર,મંદીર મા કોણ છે રાજા રણછોડ છે ના ગગનભેદી નારા સાથે વિરમગામ ભકતીમય બની ગયુ હતુ. આ રથયાત્રા રામ મહોલ મંદીર થઇ સુથારફળી,ગોલવાડી દરવાજા,બસ સ્ટેશન,રેલ્વે સ્ટેશન થઇ ભરવાડી દરવાજા પહોચી હતી.જયાં કોમી એકતા ના અનેરા દર્શન કરાવતા મુસ્લીમભાઈઅો દ્ધારા મહંત રામકુમાર દાસજી નુ ભાવભીનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. જેમા અહેમદશાબ બાપુ,મહેમુદમીયા બાપુ વગેરે હતા.અને વિરમગામ ના બીજા પણ મુસ્લીમ વિસ્તાર મા રથયાત્રા નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ અને કોમી અેકતા નુ અનેરૂ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.આ રથયાત્રા મા બજરંગી અખાડા અે અવનવા કરતબ દેખાડયા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતીપુરણ માહોલ સાથે પૂર્ણ થઈ હતી.

રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો.૯૮૯૮૩૯૭૪૮૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY