ભોપાલ,તા.૨૭
વ્યાપમ મામલે ભોપાલની જિલ્લા કોર્ટ કોંગ્રેસ નેતાઓ કલમનાથ, દિગ્વિજયસિંહ અને જયોતિરાદિત્ય સિંધિયા સહિત ચાર લોકો વિરૂધ્ધ પોલિસને એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે. ચોથુ-નામ આઇટી એકસપર્ટ પ્રશાંત પાંડેનું છે.
ભાજપના પદાધિકારી સંતોષ શર્માના પરિવાર પર કોર્ટે શ્યામલા હિલ્સ થાણા પોલિર્સને ચારા વિરૂધ્ધ એફ આઇ આર નોંધીને ચાર ઓકટોબરે કોર્ટમાં રજુ કરવાનો આદેશ આવ્યો છે. શર્માએ કહ્યુ હતું કે ચારેય લોકો કોર્ટની ગુમરાહ કરી રહ્યા છે. બદનક્ષી દાખલ કરીને મીડિયા અને કોર્ટમાં ખોટા દસ્તાવેજ રજુ કરવામાં આવે છે. જા કે કોંગ્રેસ નેતાઓ વિરૂધ્ધ ધારા ૪૨૦, ૪૬૬ તેમજ ૪૬૮ હેઠળ કેસ નોંધવાની કાર્યવાહી કરવી જાઇએ.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનેતા દિગ્વિવજયસિંહે થોડીક સમય પહેલા ભોપાલ કોર્ટમાં બદનક્ષી દાખલ કરીને આરોપ મુકયો હતો કે વ્યાપમાં કૌભાંડની તપાસ એજન્સીઓ સીબીઆઇ, એસટીએફ અને એસઆઇટી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીયમંત્રી ઉમાભારતી અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓને બચાવી રહી છે. ૨૨ સપ્ટેબરે દિગ્વિજયને કોર્ટમાં નિવેદન પણ થઇ ચુકયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



